મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કાયદો બધા માટે એક સમાન છે. હું પણ હંમેશા સીટ બેલ્ટનો ઉપયોગ કરુ છું. સરકારને કેસ કરવામાં કોઈ રસ નથી. ટ્રાફિકના નિયમો તો લોકોની જિંદગી બચાવવાનો એક રસ્તો છે. બાકી ટ્રાફિક પ્રત્યે દરેક વ્યક્તિએ સજાગ રહેવું જોઈએ.
આજથી ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો અમલ થશે, પરંતુ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી હોવાના કારણે આજથી પોલીસ અને પ્રજા વચ્ચે ઠેર ઠેર ઘર્ષણ સર્જાવાની પૂરી શક્યતા છે. કાયદા પાલન માટે ટૂંકી સમય મર્યાદા આપી હોવાના કારણે લોકો કામધંધા પડતા મૂકીને વાહન સંબંધિત ડોક્યુમેન્ટસ ભેગા કરવામાં લાગી ગયા છે. જોકે, આ આકરાં નિયમો લોકોની જિંદગી બચાવવા માટેના જ છે.
રાજ્ય સરકારે કરેલી દંડની જોગવાઈઓ
- લાઇસન્સ, વીમો, પીયૂસી, સાથે ના હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
- અડચણ રૂપે પાર્કિંગ અને કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર પ્રથમ વખત 500 બીજી વખત 1500નો દંડ
- સીટબેલ્ટ ન હોય ત્યારે પ્રથમ વખત 1000
- ટુ વ્હિલરમાં ત્રણ સવારી હોય તો 1000 રૂપિયા દંડ
- રોંગ સાઈડ વાહન ચલાવનારને પ્રથમ વખત 5000 અને બીજી વખત 10,000નો દંડ
- ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર બાઈક સ્કૂટર : 1500, ટ્રેકટર : 1500, કાર 2000 અને અન્ય ટ્રક જેવા ભારે વાહનો માટે 4000 દંડ રહેશે
- અન્યમાં ઓછામાં ઓછું 2000 અને વધુ 4000
- દ્રાઇવિંગ લાયસન્સ વગર બાઈક ચલાવનારને 2000 રીક્ષા અને કાર તથા ભારે વાહનો માટે 3000 દંડ
- રજિસ્ટ્રેશન વગર બાઈક 1000, રીક્ષા 2000, કાર 3000 અન્યને 5000 દંડ
- ફિટનેસ વગર રીક્ષા 500, ફોર વ્હીલર અન્ય ભારે વાહનો 5000 તેમજ થર્ડ પાર્ટી માટે વીમા વગર 2000 દંડ
- પ્રદૂષણયુક્ત વાહન બાઈક અને કાર ચાલક માટે 1000 અને અન્ય ભારે 3000 દંડ
- અવાજનું પ્રદુષણ અને ભારે હોન માટે 1000 દંડ તેમજ જાહેર જગ્યાએ રેસ કરવા બદલ 5000 દંડ. જ્યારે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના વાહનોને સાઈડ ન આપવા બદલ 1000 દંડ
આ બદલાવ થશે
- લાઈસન્સ, વીમો,પીયુસી,આરસી બુક સાથે ન હોય તો હાલ 100 રૂપિયા દંડ થતો હતો. નવા નિયમ પ્રમાણે પહેલી વખતનો દંડ 500 રૂપિયા અને બીજી વખત દંડ થશે. જે 1000 રૂપિયાનો કરવામાં આવશે. અડચણ રૂપ પાર્કિંગ એને કાચ પર ડાર્ક ફિલ્મ માટે પહેલા 100 રૂપિયા દંડ હતો. જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા દંડ વસુલાશે.
- ચાલુ વાહને મોબાઈલ પર વાત કરી તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. જે નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયા થશે.
- હેલમેટ ન પહેર્યુ હોય અથવા ફોર વ્હિલરમાં સિટ બેલ્ટ ન બાંધ્યો હોય તો હાલ 100 રૂપિયા દંડ હતો. જે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે.
- ટુ વ્હિલર પર ત્રણ સવારી હોય 100 રૂપિયા દંડ થતો હતો. જે નવા નિયમ પ્રમાણે 1000 રૂપિયા દંડ કરવામાં આવશે.
- ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થાય છે. જે નવા નિયમ પ્રમાણે થ્રી વ્હિલરને 1500, LMVને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે.
- ઓવર સ્પીડીંગ અન્ય વાહન માટે છ મહિના માટે લાયસન્સ ધરાવવામાંથી ગેરલાયક ઠેરવાશે.