- માધવસિંહ સોલંકીનું નાદુરસ્ત તબિયતને કારણે નિધન
- 94 વર્ષની વયે અવસાન
- ખામ થીયરી માટે તેઓ ખૂબ જાણીતા હતા
ગાંધીનગરઃ કોગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા તથા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું આજે નિધન થયું છે. માધવસિંહ સોલંકી ગુજરાતના ચાર વખત મુખ્યપ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરનાર મુખ્યપ્રધાન પણ હતા. તેઓ ખામ થીયરી માટે જાણીતા હતા, જે થીયરીને પગલે 1980માં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા. માધવસિંહ ભારતના વિદેશ પ્રધાન પણ રહી ચુક્યા છે.
ગુજરાતના સાતમાં મુખ્યપ્રધાન માધવસિંહ બન્યા હતા
માધવસિંહ સોલંકી ગુજરાતના સાતમાં મુખ્યપ્રધાન હતા. તેઓ સૌથી વધુ બેઠકો મેળવીને શાસન પર આવ્યા હતા. માધવસિંહનો જન્મ 30 જુલાઈ, 1928ના રોજ ભરૂચના જંબુસર તાલુકાના પીલુદરા ગામે થયો હતો. માધવસિંહની 1975માં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જે પછી 24 ડિસેમ્બર, 1976ના રોજ મુખ્યપ્રધાન બન્યા અને ત્યાર બાદ ખૂબ જ ટૂંકા સમય બાદ 10 એપ્રિલ, 1977ના રોજ રાજીનામું આપી દીધું હતું. 7 જૂન, 1980માં ફરીથી મુખ્યપ્રધાન બન્યા હતા. તે વખતે તેમણે મુખ્યપ્રધાનનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
માધવસિંહના સમયમાં અનામત વિરોધી રમખાણો થયા હતા
1981માં મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની અધ્યક્ષતાં ગુજરાત સરકારે બક્ષીપંચની ભલામણોને આધારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે આરક્ષણની રજૂઆત કરી હતી. તેના પરિણામ સ્વરૂપ રાજ્યભરમાં અનામત વિરોધી આંદોલન થયું હતું, જે રમખાણોમાં ફેરવાઈ ગયું હતું. તેને કારણે સૌથી વધુ લોકોના જીવ ગયા હતા. સોલંકીએ 1985માં રાજીનામુ આપ્યું હતું. પરંતુ ત્યાર બાદ વિધાનસભાની 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતીને ફરીથી સત્તા મેળવી હતી. તેમને ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લીમોનો ટેકો મળ્યો હતો. સામાન્ય રીતે તેને KHAM થીયરી તરીકે ઓળખાઈ હતી.
માધવસિંહ કેન્દ્રિય વિદેશપ્રધાન પણ રહી ચુક્યા છે
10 ડીસેમ્બર, 1989ના રોજ અમરસિંહ ચૌધરીએ રાજીનામુ આપી દેતા માધવસિંહ સોલંકીને ફરીથી મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યાં હતા. જે પછી ફેબ્રુઆરી 1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખૂબ જ નબળુ પ્રદર્શન રહ્યું હતું. 182 માંથી માત્ર 33 બેઠકો પર જીત મેળવી હતી. જેને કારણે મુખ્યપ્રધાન પદેથી માર્ચ 1990માં માધવસિંહએ રાજીનામુ આપી દીધું હતું.
21 જૂન, 1991થી 31 માર્ચ, 1992 દરમિયાન માધવસિંહ ભારતના વિદેશપ્રધાન રહી ચુક્યા હતા.
182માંથી સૌથી વધુ 149 વિધાનસભા બેઠકો જીતી મુખ્યપ્રધાન બનનારા માધવસિંહ સોલંકી, રેકૉર્ડ આજે પણ અકબંધ - Gujarat Former CM Madhav singh Solanki passes away
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું આજે વહેલી સવારે ગાંધીનગરમાં નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. માધવસિંહ સોલંકી કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. માધવસિંહ નાદુરસ્ત તબિયતને કારણે આજે વહેલી સવારે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
z
- માધવસિંહ સોલંકીનું નાદુરસ્ત તબિયતને કારણે નિધન
- 94 વર્ષની વયે અવસાન
- ખામ થીયરી માટે તેઓ ખૂબ જાણીતા હતા
ગાંધીનગરઃ કોગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા તથા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું આજે નિધન થયું છે. માધવસિંહ સોલંકી ગુજરાતના ચાર વખત મુખ્યપ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરનાર મુખ્યપ્રધાન પણ હતા. તેઓ ખામ થીયરી માટે જાણીતા હતા, જે થીયરીને પગલે 1980માં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા. માધવસિંહ ભારતના વિદેશ પ્રધાન પણ રહી ચુક્યા છે.
ગુજરાતના સાતમાં મુખ્યપ્રધાન માધવસિંહ બન્યા હતા
માધવસિંહ સોલંકી ગુજરાતના સાતમાં મુખ્યપ્રધાન હતા. તેઓ સૌથી વધુ બેઠકો મેળવીને શાસન પર આવ્યા હતા. માધવસિંહનો જન્મ 30 જુલાઈ, 1928ના રોજ ભરૂચના જંબુસર તાલુકાના પીલુદરા ગામે થયો હતો. માધવસિંહની 1975માં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જે પછી 24 ડિસેમ્બર, 1976ના રોજ મુખ્યપ્રધાન બન્યા અને ત્યાર બાદ ખૂબ જ ટૂંકા સમય બાદ 10 એપ્રિલ, 1977ના રોજ રાજીનામું આપી દીધું હતું. 7 જૂન, 1980માં ફરીથી મુખ્યપ્રધાન બન્યા હતા. તે વખતે તેમણે મુખ્યપ્રધાનનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
માધવસિંહના સમયમાં અનામત વિરોધી રમખાણો થયા હતા
1981માં મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની અધ્યક્ષતાં ગુજરાત સરકારે બક્ષીપંચની ભલામણોને આધારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે આરક્ષણની રજૂઆત કરી હતી. તેના પરિણામ સ્વરૂપ રાજ્યભરમાં અનામત વિરોધી આંદોલન થયું હતું, જે રમખાણોમાં ફેરવાઈ ગયું હતું. તેને કારણે સૌથી વધુ લોકોના જીવ ગયા હતા. સોલંકીએ 1985માં રાજીનામુ આપ્યું હતું. પરંતુ ત્યાર બાદ વિધાનસભાની 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતીને ફરીથી સત્તા મેળવી હતી. તેમને ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લીમોનો ટેકો મળ્યો હતો. સામાન્ય રીતે તેને KHAM થીયરી તરીકે ઓળખાઈ હતી.
માધવસિંહ કેન્દ્રિય વિદેશપ્રધાન પણ રહી ચુક્યા છે
10 ડીસેમ્બર, 1989ના રોજ અમરસિંહ ચૌધરીએ રાજીનામુ આપી દેતા માધવસિંહ સોલંકીને ફરીથી મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યાં હતા. જે પછી ફેબ્રુઆરી 1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખૂબ જ નબળુ પ્રદર્શન રહ્યું હતું. 182 માંથી માત્ર 33 બેઠકો પર જીત મેળવી હતી. જેને કારણે મુખ્યપ્રધાન પદેથી માર્ચ 1990માં માધવસિંહએ રાજીનામુ આપી દીધું હતું.
21 જૂન, 1991થી 31 માર્ચ, 1992 દરમિયાન માધવસિંહ ભારતના વિદેશપ્રધાન રહી ચુક્યા હતા.
Last Updated : Jan 9, 2021, 1:01 PM IST