ETV Bharat / state

Gujarat First ISIS Accuse: સૌરાષ્ટ્રમાં લોન વુલ્ફ એટેક કેસમાં NIA કોર્ટનો સજાનો ચુકાદો - ગુજરાતમાં ISISના આંતકવાદી

ગુજરાતના પહેલા ISIS કેસમાં બંને આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. લોન વુલ્ફ એટેકનું કાવતરું સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યું હતું. આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ખાસ NIA કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તેમજ જ્જ સુભદા કે.બક્ષીએ સખત કેદ એક દસ-દસ વર્ષની સજા ફટકારી છે.

Lone Wolf Attack Case : સૌરાષ્ટ્રમાં લોન વુલ્ફ એટેક કેસમાં NIA કોર્ટનો સજાનો ચુકાદો

author img

By

Published : Mar 1, 2023, 11:12 AM IST

અમદાવાદ : રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વુલ્ફ એટેક કરવાનું ખતરનાક પડંયત્ર રચવામાં આવ્યું હતું. જે કેસમાં ISISના બે આતંકવાદી સગા ભાઇઓ એવા વસીમ આરીફ રામોડીયા અને નઈમ આરીફ રામોડીયાને સ્પેશયલ NIA કોર્ટે એક દસ-દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ગુજરાતમાં ISISના આંતકવાદીને સજાનો આ સૌપ્રથમ કેસ હોય સ્પેશિયલ NIA કોર્ટનો આ ચુકાદો બહુ મહત્ત્વનો મનાઈ રહ્યો છે.

બોમ્બ બનાવવાની સામગ્રી મળી : સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોટીલા ચામુંડા મંદિર સહિતમાં લોન વૂલ્ફ એટેક કરવાનું કાવતરું રચવાની માહિતીના આધારે ATS દ્વારા ભાવનગર અને રાજકોટમાં વોચ ગોઠવી હતી. તેના આધારે ATS દ્વાર ભાવનગર અને રાજકોટમાંથી ISISના બે આતંકવાદીનેે પકડી પાડ્યા હતા. આ મામલામાં વસીમ આરીફ રાોડીયા અને નઈમ આરીફ રામોડીયાને ઝડપી લીધા હતા. જેની પાસેથી ATS દ્વારા બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. બોમ્બ બનાવવાની સામગ્રીની વાત કરવામાં આવે તો કેટલાક આઇડી પ્રૂફ, 58 ગ્રામ ગન પાઉડર, 10 સૂતળી બોમ્બ, ડાબિક મેગેઝિનનું ઉશ્કેરણી જનક સાહિત્ય, જેહાદ માટેનું સાહિત્ય, 127 મુફ્તી અબ્દુલ સમી કાસમીના ભાષણોની પીડીએ ફાઇલો. મોબાઈલ ફોન, લેપટોપ, પેનડ્રાઇવ, ચહેરાના માસ્ક સહિતનું મુદામાલ કબ્જે કર્યો હતો.

લોન વુલ્ફ એટેક માટે તાલીમ : બંને ભાઇઓએ સીરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી લોન વૂલ્ફ એટેક કરવાની તાલીમ લેવા માટે. જેથી ATSને નઈમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રના હેન્ડલરોના મેસેજ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તેમના સ્ટેટ્સ ચેક કરતા તેઓ સીરિયા ખાતેના ISISના લીડરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. તેથી વસીમ અને નઈમના કેસની તપાસ ગુજરાત કે અન્ય રાજ્યો સુધી મર્યાદિત નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાનું ATSની તપાસમાં બહાર આવતા તપાસ NIAને સોંપવામાં આવી હતી.

સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ : નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમે સ્પેશિયલ કોર્ટમાં ISISના આતંકી ભાઈઓ વસીમ અને નઈમ રામોડિયાની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટના આઠ મુખ્ય પાના સાથે હજારોની સંખ્યામાં દસ્તાવેજો NIA અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. ફેબ્રુઆરીના અંતમાં રાજકોટ અને ભાવનગરમાંથી વસીમ આરીફ્નાઇ રામોડિયા અને નઈમ આસિફ રામોડિયાની અટકાયત કરી હતી.

શું હતો સમગ્ર મામલો : નઈમ રામોડિયા અને વસીમ રામોડિયા નામના બે ISISના સભ્યોની 28મી ફેબ્રુઆરી 2017ના રોજ ATSએ પકડયા હતા. બન્ને આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. જેમાં 90 ગ્રામ ગન પાઉડર, 9 વોલ્ટની બેટરી સહિત અન્ય કેટલીક સામગ્રી ATSએ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : NIAએ ISIS સાથે જોડાયેલા 6 રાજ્યોમાં 13 જગ્યાએ પાડ્યા દરોડા, ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા

એક ભાવનગરમાંથી ઝડપાયો : ગુજરાત ATSએ ભાવનગરમાં આવેલા ફિરદોશ ફલેટમાંથી નહીમ આરિફ મોડિયા નામના આતંકીને દબોચી લીધો હતો. વહેલી સવારે ગુજરાત ATSએ આ ઓપરેશન બહાર પાડ્યું હતું. તેની ભાવનગર પોલીસને જાણ પણ નહોતી, આ આતંકી પાસેથી બે મોબાઈલ, લેપટોપ સહિતની સામગ્રી પકડી હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime News : લૂંટનું નાટક કરી દિલ્હી પહોંચવા માગતો નકલી NIA અધિકારી ઝડપાયો

28મી ફેબ્રુઆરી 2017 દિવસે ધરપકડ : ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે વસીમ આરીફ રામોડીયા અને નઈમ આરીફ રામોડીયાની રાજકોટ અને ભાવનગરમાંથી 28મી ફેબ્રુઆરી 2017ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અને બન્ને ભાઈને 28મી ફેબ્રુઆરીના રોજ ખાસ કોર્ટે ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સજા ફટકારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.