અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થાય ત્યારે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમના અને ઉમેદવારોના હ્રદયના ધબકારા (Gujarat Election Interesting Results ) વધી જતા હોય છે. ગુજરાતમાં ચૂંટણી પરિણામો વિશે જાણીએ તો ગુજરાતમાં 1962માં વિધાનસભાની પ્રથમ ચૂંટણી થઈ હતી. ત્યારથી માંડીને છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ( Gujarat Assembly Election ) વિશ્લેષણ કરીએ તો કેટલાક પરિણામ એવા દેખાઈ આવ્યાં છે કે જે સૌને ચોંકાવી દીધા હોય અને રાજકીય પંડિતોને પણ અંચબામાં( Highest and Lowest Margin Victory Detail ) નાંખી દીધાં હતાં. સૌથી વધુ અને ઓછા માર્જિનથી જીતના કેટલાક ઉદાહરણ જોઇએ.
સૌથી વધુ માર્જિન સાથેની જીત 2007ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં સુરત જિલ્લાની ચોર્યાસી બેઠક પર ભાજપ ( BJP ) માંથી નરોત્તમભાઈ પટેલ અને સામે કોંગ્રેસ ( Congress ) માંથી ધાનાણી જનકભાઈ ગોવિંદભાઈ ચૂંટણી લડ્યા હતાં. પરિણામ (Gujarat Election Interesting Results ) જાહેર થયા ત્યારે ભાજપના નરોત્તમભાઈ પટેલને 5,84,098 મત મળ્યા હતા અને કોંગ્રેસના જનકભાઈ ધાનાણીને 2,37,158 મત મળ્યા હતા. આમ ભાજપના નરોત્તમભાઈ પટેલ ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ 3,46,940 ભારે મતના માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail ) વિજયી બન્યાં હતાં.આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ હતું.
સૌથી વધુ મત મેળવવાનું કારણ 2002માં નરોત્તભાઈ પટેલ ગુજરાત વિધાનસભામાં જીત્યા હતાં, અને તેઓ તે વખતે પાણી પુરવઠાપ્રધાન બન્યાં હતાં. 2004માં સુરતમાં પૂર આવ્યું હતું, ત્યારે નરોત્તમભાઈની સહાય કામગીરી ખૂબ વખણાઈ હતી. તેઓને 2007માં મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યાં હતાં. ચોર્યાસી બેઠકના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ વિસ્તારમાં કોળી પટેલ, પાટીદાર અને ઉત્તર ભારતીયમાં મરાઠી લોકોની વસ્તીની બહુમતી છે. આથી નરોત્તમભાઈ સૌથી વધુ માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail )જીત્યાં હતાં.
સૌથી ઓછા માર્જિન સાથેની જીત 1975માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, તેમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પર કોંગ્રેસમાંથી ઠાકોર શંકરજી ઓખાજી અને અપક્ષ ઉમેદવાર દેસાઈ મોહનભાઈ નથુભાઈ ચૂંટણી લડ્યા હતાં. પરિણામ (Gujarat Election Interesting Results )આવ્યાં ત્યારે કોંગ્રેસના શંકરજી ઠાકોરને 20,659 મત અને અપક્ષ મોહનભાઈ દેસાઈને 20,648 મત મળ્યા હતાં. આમ કોંગ્રેસના શંકરજી ઠાકોર માત્ર 11 મતથી જીત્યા હતાં. જે ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઓછા માર્જિન ( Highest and Lowest Margin Victory Detail )સાથેની જીત છે.આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ હતું.
સૌથી ઓછા માર્જિનથી જીતનું કારણ ખેરાલુ બેઠકમાં જ્ઞાતિ સમીકરણ જોઈએ તો ઠાકોર અને ઓબીસી વધુ છે. આથી ઠાકોર અને ઓબીસીના મતની વહેંચણી થઈ ગઈ છે. જેથી ભારે રસાકસીભરી ચૂંટણી થઈ હતી. જો કે 1972માં કોંગ્રેસનો દબદબો હતો અને 1972માં કુલ 168 બેઠકોમાંથી કોંગ્રેસને 140 બેઠકો મળી હતી. ત્યાર પછી 1975માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને માત્ર 75 બેઠકો જ મળી હતી. આમ 1972 કરતાં 1975માં કોંગ્રેસનો જાદૂ ઓસર્યો હતો અને મતનું વિભાજન ( Highest and Lowest Margin Victory Detail )થયું હતું.
2017માં સૌથી વધુ માર્જિન સાથે જીત 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Gujarat Election Interesting Results )માં અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક પર ભાજપના અને હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલને કુલ 1,75,652 મત મળ્યા હતાં અને કોંગ્રેસના ઉમેદવાર શશીકાન્ત પટેલને 57,902 મત મળ્યા હતાં. એટલે કે ભાજપના ભૂપેન્દ્ર પટેલ 1,17,750 સૌથી વધુ મતના માર્જિન સાથે જીત હાંસલ કરી હતી. 2017ની ચૂંટણી પરિણામમાં સૌથી વધુ માર્જિન સાથેની જીત ( Highest and Lowest Margin Victory Detail )ઘાટલોડિયા બેઠક પર હતી.
સૌથી વધુ મત ભૂપેન્દ્ર પટેલને શા માટે અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર ભાજપનો ગઢ છે અને તે બેઠક ભાજપ માટે ખૂબ જ સલામત અને શ્યોરશોટ્સ જેવી છે. ઘાટલોડિયામાં પાટીદાર બહુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હોવાથી ત્યાંના ટોટલ મત ભાજપને જાય છે.
2017માં સૌથી ઓછા માર્જિન સાથેની જીત વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પર કોંગ્રેસમાંથી જીતુભાઈ હરજીભાઈ ચૌધરીને 93,000 મત મળ્યા હતાં. ભાજપમાંથી રાઉત મધુભાઈ બાપુભાઈને 92,830 મત મળ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી 170થી ઓછા મતે જીત્યાં હતાં. આમ 2017ની ચૂંટણીમાં કપરાડા બેઠક પર સૌથી ઓછા મતના માર્જિન સાથેની ( Highest and Lowest Margin Victory Detail ) જીત હતી.
ઓછા માર્જિનથી જીતનું કારણ કપરાડામાં વારલી અને કૂકણા સમાજના લોકો રહે છે. જીતુભાઈ ચૌધરી કૂકણા સમાજમાં આવે છે, આથી તેમને કૂકણા સમાજના મત મળ્યા હતાં. રાઉત મધુભાઈ વારલી સમાજના છે. આથી મતોનું વિભાજન થયું હતું અને પોસ્ટલ બેલેટમાં શિક્ષકોના જે મત નીકળ્યાં તે બધા જીતુભાઈ ચૌધરીની તરફેણમાં હતાં. જેને કારણે કોંગ્રેસમાંથી જીતુભાઈ ચૌધરી સૌથી ઓછા માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail ) જીતી ગયાં હતાં.