અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં (Gujarat Total Voter list) ગમે ત્યારે ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ શકે છે. જેને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ દેખાઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ સમીક્ષા કરીને ગયા બાદ હવે રાજ્યના ચૂંટણીપંચે મતાદાતાઓની એક યાદી જાહેર કરી છે. જેમાં ક્યા જિલ્લાઓમાં કેટલા મતદાતા, કેટલા સ્ત્રી અને કેટલા પુરૂષો છે એની વિગત સ્પષ્ટ થઈ ચૂકી છે. જોકે આ વખતે ગુજરાતમાંથી (Gujarat Assembly Election 2022) સૌથી વધારે સિનિયર સિટિઝન પણ મતદાન કરવાના છે.
સૌથી વધારે ટ્રાંસજેન્ડરઃ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ટ્રાંસજેન્ડર વડોદરામાં છે. જેની સંખ્યા કુલ 223 છે. એ પછી બીજા ક્રમે અમદાવાદ આવે છે. જ્યાં ટ્રાંસજેન્ડરની સંખ્યા 211 છે. એ પછી ત્રીજા ક્રમે આણંદ જિલ્લો આવે છે. જ્યાં સંખ્યા કુલ 123 છે. જ્યારે ચોથા ક્રમે સુરત જિલ્લો આવે છે. જ્યાં કુલ 159 ટ્રાંસજેન્ડર છે. કુલ 1417 ટ્રાંસજેન્ડર આ જિલ્લાઓના છે. જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં છે. એની સંખ્યા માત્ર 2 છે. ત્યાર બાદ નર્મદામાં 3, મોરબીમાં 4 અને તાપીમાં 5 ટ્રાંસજેન્ડર છે.