રાજીવ ગાંધીની જન્મ જયંતીની ઉજવણી દરમિયાન ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવડિયા ભાજપ પર નિશાન સાધ્યુ હતું. મોઢવાડિયાએ કહ્યું હતું કે,'વર્તમાન શાસકો રાક્ષસી સરકારી તાકાતથી પ્રજાનો અવાજ કચડે છે. આઝાદી પછીના દરેક મૂલ્યોને ખતમ કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના આ નિવેદન પછી રાજકારણ ગરમાયુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વળતો જવાબ આપ્યો છે. વાઘાણીએ કહ્યુ હતું કે,'સત્તા ગુમાવ્યા પછી મૂલ્યોની વાત કરવી એ કોંગ્રેસની માનસિકતા છે. આટલા મહિનાઓ છતાં કોંગ્રેસ પોતાના પ્રમુખ બનાવી શકતા નથી. કોંગ્રેસે પહેલા વંશવાદમાંથી બહાર આવે. ગુજરાત કોંગ્રેસ દુશ્મન દેશ પાકિસ્તાનની ભાષામાં વાત કરી રહી છે. આવા લોકો દેશની અને ગુજરાતની જનતાની લાગણીને ઠેસ પહોંચાડે છે. દેશહિત માટે લેવાયેલા નિર્ણયનો વિરોધ કરનારી કોંગ્રેસે હવે નક્કી કરી લેવું જોઈએ કે તેઓ ગુજરાત, ભારત સાથે છે કે પાકિસ્તાન સાથે?'