જામનગરમાંથી હાર્દિક પટેલ ચૂંટણી ના લડે તો કોંગ્રેસ મહિલા ઉમેદવારની પસંગદી કરી શકે છે. જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસ પ્રવીણ માડમની પુત્રી મિતલ બેન ગોરીયાને ટિકિટ આપી શકે છે. મિતલબેન ગોરિયા દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. મિતલબેન ગોરિયા વર્તમાનમાં દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય છે. મિતલબેન જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમ માડમનાકાકાની પુત્રી છે.
અમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં કોકડૂ ગુચંવાયું છે, અમેરલી બેઠક માટે 3 ધારાસભ્યોએ દાવાદારી નોંધવી છે. જેમાં વિરજી ઠુમ્મર, જેવી કાકડીયા અને પ્રતાપ દુધાત વચ્ચે ટિકિટ બાબતે ખેંચતાણ ચાલી રહી છે. અમરેલીનું કોકડૂ ઉકેલવારાહુલ ગાંધીએ પરેશ ધાનાણીને જવાબદારી સોંપી છે. જેથી રાહુલ ગાંધીના આદેશથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીની હાલત કોફડી બની છે. જો સમાધાન નથાય તો કોંગ્રેસ પરેશ ધાનાણીને અમરેલીથી મેદાનમાં ઉતારી શકે છે.