અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે વિવિધ રાજકીય સામાજિક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકતાઓ મોટી સંખ્યામાં આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ઉસ્ાહનું વાતાવરણ હતું. આજે ભારતીય જનતા પાર્ટી તથા આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયાં છે. આ પ્રસંગે સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક હાજર રહ્યાં હતાં.
બનાસકાંઠાના આગેવાનો જોડાયાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આજે કોંગ્રેસ પક્ષમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. વર્ષો બાદ કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં મજબૂત નેતૃત્વ મળ્યું છે ત્યારે આવનારી લોકસભાની ચુંટણીઓમાં કોંગ્રેસ પણ મજબૂતીથી મેદાનમાં ઉતારવા સજ્જ થઈ ગઈ છે.આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી સભામાં બનાસકાંઠાના મહિલા હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમનું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને કોંગ્રેસને સાથ આપી વધુ મજબૂત કરવાની વાત કરી હતી.
સમગ્ર ગુજરાતમાંથી અનેક લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસમાં સક્રિય બન્યા છે. આ સત્તા પડાવી લેવાનો આ સંઘર્ષ નથી, સેવા અને સાધનાનો યજ્ઞ છે. જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાઓને પણ ચૂંટણીમાં કોગેસ પક્ષને મજબૂત બનાવવા અપીલ છે. હવે ગુજરાતમાં ભાજપને ટક્કર આપે તે માત્ર કોંગ્રેસ પક્ષ જ છે.કારણકે ગુજરાતમાં ત્રીજો પક્ષ સ્વીકૃત બન્યો નથી. કોંગ્રેસ સિવાય ભાજપને હરાવવાનો બીજો કોઈ ઉપાય નથી. જેથી કોંગ્રેસે હવે મજબૂત બની ભાજપને ટક્કર આપવા તૈયાર થવું પડશે...શક્તિસિંહ ગોહિલ ( પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ )
લોકસભા બેઠકોની સમીક્ષા આવનારી લોકસભાની ચૂંટણીમાં અગાઉ કોંગ્રેસે પૂર્વ પ્રમુખ અને હોદ્દેદારોએ વિવિધ સંસદીય સીટો પર મુલાકાત કરી અને ગુજરાતની 26 લોકસભા સીટો માટેની સમીક્ષા કરી હતી. જેમાં સંગઠનના હોદ્દેદારોના નામ AICCના અને સ્થળ મુલાકાત રિપોર્ટ મુજબ નામ નક્કી કરવાનું સૂચન કરાયું હતું.
સારા પરિણામની આશા : પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં ઘણાં પક્ષોએ ત્રીજો પક્ષ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફ્ળ રહયા છે.ત્યારે હવે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના મતદારોને પણ વિનંતી સાથે દેશની પરિસ્થિતિ મુજબ મતદાન કરવાની શકિતસિંહ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં શકિતસિંહ ગોહિલે આવનારા સમયમાં કોંગ્રેસ માટે પોઝિટિવ અને સારા પરિણામો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
- BJP-AAPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
- Gujarat Congress : "મામા તો ગયો", Etv ભારત સાથેની વાતચીતમાં મનીષ દોશી બોલ્યા, 5 રાજ્ય અને લોકસભાની ચૂંટણીમાં જીતનો દાવો
- Shaktisinh Gohil Bhavnagar Visit : "ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવું થાય" તેમ શક્તિસિંહ કેમ બોલ્યા? ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જાણો