અમદાવાદઃ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (Federation of Gujarat Petroleum Dealer's Association )દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતીકાલે 17 ફેબ્રુઆરીના ગુજરાતના 1200 CNG પંપ બે કલાક બંધ(Gujarat CNG Pump )રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગુજરાતના CNG પંપ ચાલકોને ઓઇલ કંપની કમિશન આપે છે. જે દર વર્ષે વધારો કરવામાં આવતો હતો. અમારી માગણી માત્ર એજ 1.70 પૈસા કમિશન મળે છે. જે વધારો કરી 2.50 આપવામાં આવે. જે છેલ્લે 1-7-2019 ના રોજ વધારો કરવામાં આવ્યો હતો. તેને આજ 32 મહિના વતી ગયા હોવા છતાં કોઈ વધારો થયો નથી.
આ પણ વાંચોઃ મહુવાના CNG ફિલિંગ પર રીક્ષા ચાલકોનો હોબાળો
આ બંધમાં સાત કંપની જોડાશે
CNG પંપ ચાલકો દ્વારા 64 વખત રજુઆત કરવામાં આવી છે. તેમ છતા કોઈ યોગ્ય નિર્ણય કે સંતોષકારક જવાબ ન મળતા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે બપોરે 1થી 3 સુધી રાજ્યના 1200 CNG પંપ બંધ રાખી વિરોધ કરવામાં આવશે. અમારા આ નિર્ણયમાં ગુજરાતમાં સાબરમતી, અદાણી, ગુજરાત ગેસ સહિતની સાત કંપની જોડાશે.
આ પણ વાંચોઃ CNG વાહનચાલકો માટે ખુશખબર, રાજ્યમાં નવા 300 CNG પંપ શરૂ કરાશે