ETV Bharat / state

સવારે 10 કલાકે મળશે કેબીનેટ બેઠક, રથયાત્રાની તૈયારીઓ, નવા સત્ર પ્રારંભ બાબતે આયોજન - Gujarat cabinet meeting

કેબિનેટ બેઠકમાં અમદાવાદ સહિત રાજ્યના નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં યોજાનારી રથયાત્રા ઉપરાંત જૂન મહિનાથી પ્રારંભ થતાં નવા સત્ર બાબતનું પણ આયોજન કરવામાં આવશે. પ્રવેશોત્સવને લઈને તૈયારીઓ બાબતની સમીક્ષા કરવામાં આવશે અને તમામ કેબિનેટ પ્રધાન રાજ્ય કક્ષાના પ્રધાનો તથા અધિકારીઓને અલગ અલગ જિલ્લા અને તાલુકાની શાળાની ફાળવણી પણ કરવામાં આવશે.

Etv BharatGujarat cabinet meeting
Etv BharatGujarat cabinet meeting
author img

By

Published : May 24, 2023, 6:19 AM IST

Updated : May 24, 2023, 10:17 AM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં દર બુધવારે ગુજરાત રાજ્ય અને નાગરિકો માટેની સુવિધાઓ અને સુખાકારી તથા સુરક્ષા માટે ઉપરાંત રાજ્યના વિકાસ લક્ષી નિર્ણયો કેબિનેટ બેઠકમાં લેવામાં આવે છે, ત્યારે 24 તારીખના રોજ સવારે 10:00 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ થશે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં યોજાનારી રથયાત્રા ઉપરાંત જૂન મહિનાથી પ્રારંભ થતાં નવા સત્ર બાબતનું પણ આયોજન કરવામાં આવશે.

પ્રવેશોત્સવનો પ્રારંભ : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, પરંતુ કોરોની વૈશ્વિક મહામારીના કારણે રાજ્ય સરકારે દ્વારા પ્રવેશોત્સવ થઈ શક્યો ન હતો, ત્યારે હવે નવા શૈક્ષણિક વર્ષ 2023 24 12 જૂનથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે કેબિનેટ બેઠકમાં પ્રવેશોત્સવને લઈને તૈયારીઓ બાબતની સમીક્ષા કરવામાં આવશે અને તમામ કેબિનેટ પ્રધાન રાજ્ય કક્ષાના પ્રધાનો તથા અધિકારીઓને અલગ અલગ જિલ્લા અને તાલુકાની શાળાની ફાળવણી પણ કરવામાં આવશે.

રથયાત્રા બાબતે ચર્ચા: ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદની રથયાત્રામાં હાઇટેક સિક્યુરિટી સાથે સુરક્ષાનો સંબંધ કરવામાં આવ્યો છે, ત્યારે બરોડામાં જે રીતે રામ નવમીના દિવસે જે ઘટના બની હતી, તેવી ઘટના અમદાવાદ શહેરમાં આ વખતે ન બને તેને ધ્યાનમાં લઈને પણ ગૃહ વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની રથયાત્રા એ ગુજરાતની સૌથી મોટામાં મોટી રથયાત્રા હોય છે, આ ઉપરાંત અન્ય શહેર તાલુકા અને જિલ્લાઓમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે તમામ જગ્યાએ પૂરતા પ્રમાણમાં પોલીસ સુરક્ષા ગોઠવાઈ રહે તે બાબતની પણ ખાસ સુચના કેબિનેટ બેઠકમાં વિભાગને તથા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આપી શકે છે.

ચોમાસાની તૈયારીઓ: ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે હવે ગણતરીના 20 દિવસ જ બાકી છે. આ 20 દિવસમાં અમદાવાદ રાજકોટ સુરત બરોડા જામનગર અને જે જગ્યાએ વરસાદી પાણી વધુ ભરાય છે, તેવી જગ્યા ઉપર સ્થાનિક તંત્રને પ્રી મોન્સૂન કામગીરી કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. મોનસુનની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી થાય અને રાજ્ય સરકારની સૂચના બાદ કેટલી કામગીરી પૂર્ણ થઈ છે તેનો પણ રિપોર્ટ કેબિનેટ બેઠકમાં રજૂ થઈ શકે છે.

આ પણ વાંચો:

  1. ઓસ્ટ્રેલિયામાં નમો... નમો... પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરી
  2. Up News: અલીગઢમાં સૂતી પત્નીને નાજુક ભાગો પર હેવી ક્રીમ લગાવવી ભારે પડી, ફરિયાદ દાખલ
  3. Chhattisgarh News: આ કારણે એક માતાએ પોતાના કાળજાનો ટુકડો તરછોડ્યો, 8 દિવસના બાળને ફાંસી

Last Updated : May 24, 2023, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.