દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં હાજરી આપવા BJP હેડક્વાર્ટર પહોંચ્યા હતા. હવે ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપના ઉમેદવારો નક્કી થશે. ૧૦ નવેમ્બર સાંજ સુધીમાં નામ જાહેર થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં BJP હેડક્વાર્ટર ખાતે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને અન્ય લોકો પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) મીટિંગ માટે પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.
આવતી કાલે ભાજપના ઉમેદવારો નામ જાહેર થાય તેવી સંભાવના - undefined
22:47 November 09
સેન્ટ્રલ ઇલેક્શન કમિટી મીટિંગમાં નક્કિ થાશે નામ
22:31 November 09
11 હજાર કરોડથી વધુની રકમના ફ્રોડ કેસમાં નીરવ મોદીનું નામ
ગુજરાતના હીરાના વેપારી નીરવ મોદી 11 હજાર કરોડથી વધુની રકમના પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં આરોપી છે. તેને ભારત દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને તે ઘણા વર્ષોથી બ્રિટનમાં છે. જ્યાં સુધી ત્યાંની કોર્ટ પોતાનો આદેશ જાહેર ન કરે ત્યાં સુધી તેને બ્રિટનમાંથી પ્રત્યાર્પણ કરી શકાશે નહીં. ગુજરાતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને ભારત લાવવો એટલો સરળ નથી. માત્ર લંડન હાઈકોર્ટના નિર્ણયથી તેને ભારત લાવવાનો રસ્તો સાફ થયો નથી. નીરવ મોદીએ વેસ્ટમિન્સ્ટર કોર્ટના નિર્ણયને લંડન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી પર આ વર્ષની શરૂઆતમાં હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી, જેણે હવે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વેસ્ટમિન્સ્ટર કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો, જ્યાં તેના પ્રત્યાર્પણને સમર્થન આપવામાં આવ્યું હતું.
21:42 November 09
અલ્પેશ ઠાકોરને રાધનપુરથી મળશે ટિકિટ
ગાંઘીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. આ અગાઉ ઉમેદવારોને લઇને અનેક અટકળો શરૂ થઇ છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને ભાજપ વિરમગામથી ટિકિટ આપી શકે છે. તે સિવાય અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ મળશે. હર્ષ સંઘવી મજૂરા બેઠક પરથી ચૂંટણી લડશે. તે સિવાય મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે.
21:15 November 09
ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠક પર કોણ મારશે બાજી
જામનગર: જામનગરની ઉત્તર બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાનું એક કારણ બન્યું છે. આ કારણ આ બેઠક પર સર્જાતા રાજકીય સમીકરણો છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભારતીય ક્રિકેટ ટીમના વડા એટલે કે રવિન્દ્ર જાડેજાની પત્ની અને બહેન વચ્ચે જંગ જામી શકે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં છે. તે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં ભાજપમાં જોડાઈ હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજા એક મહિના પછી એપ્રિલ, 2019માં કોંગ્રેસમાં જોડાઈ હતી, ત્યારથી નૈના રાજકીય રીતે ખૂબ જ સક્રિય છે અને જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, પાર્ટી આ વખતે તેમને મેદાનમાં ઉતારી શકે છે. નયના જાડેજા કોંગ્રેસમાં જોડાયા ત્યારથી સતત સક્રિય છે.
20:29 November 09
રેતી ભરેલ ટ્રેકટરના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અમરેલીમાં ટ્રેકટર અને બાઇક વચ્ચે થયો અકસ્માત
અમરેલી: અમરેલીના જાફરાબાદના લોઠપૂર ગામે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર અને બાઈકના અકસ્માતતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રેતી ભરેલ ટ્રેક્ટરે ગામના પાદરમાં દુકાને બાઇક લઇને ઉભેલા ચાલકને હડફેટે લીધો હતો. ઇજા પામનાર હરજીભાઈ કાનાભાઈ સોલંકીને 108 મારફતે પ્રથમ સારવાર રાજુલા અને ત્યારબાદ વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
19:53 November 09
અત્યાર સુધી 169 ટોટલ ઉમેદવાર જાહેર કરાયા
ગાંધીનગર : આમ આદમી પાર્ટીએ જાહેર કરી 13મી ઉમેદવારોની લીસ્ટ. આમ આદમી પાર્ટીનાના ટોટલ 169 ટોટલ ઉમેદવાર જાહેર કરાયા છે.
19:15 November 09
સીઆર પાટીલને પત્ર લખી કરાઈ જાણ
વિજય રુપાણી અને નિતિન પટેલ ચૂંટણી નહિં લડે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી આપી જાણકારી.
19:07 November 09
AAPએ ક્યા ઉમેદવારને બદલ્યા
વડોદરા: આમ આદમી પાર્ટીના મંજલપુર વિધાનસભાના ઉમેદવાર બદલાયા છે. ચંદ્રિકા સોલંકીની જગ્યાએ જીગર સોલંકીને ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત આપે માંજલપુર વિધાનસભામાં વિરલ પંચાલના સ્થાને વિનય ચવનને ઉમેદવાર તરીકેની જાહેરાત કરી છે.
18:57 November 09
નેશનલ ફ્લોરન્સ નાઈટીંગેલ એવોર્ડ માટે 2 વ્યક્તિઓની પસંદગી
વડોદરા: કોરોનાનો કપરો સમય કોઈ ભૂલી શકે તેમ નથી. આ દિવસો એવા હતા કે, પોતાના પણ કામે આવતાં નહીં તો, પારકાની કંઈ જ આશા નહોતી. ત્યારે કેટલાય વ્યક્તિઓએ સમાજમાં નિઃસ્વાર્થ સેવાઓ આપી છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં અને એમાં પણ ખાસ નર્સિંગ ફિલ્ડમાં કે જે લોકો કોરોના સંક્રમિત દર્દીઓ સાથે રહેતા હતા તેનું બહુ મોટું યોગદાન છે. 1996થી નર્સિંગ ક્ષેત્રે સેવાકીય ધર્મ બજાવતાં નડિયાદનાં મહિલા વર્ષા રાજપૂતે પોતાની માનવદાયક સેવાઓ માટે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મજીના હસ્તે સન્માન મેળવ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, પૂરા દેશમાંથી 51 અને ગુજરાત રાજ્યમાંથી 2 વ્યક્તિઓની નેશનલ ફ્લોરન્સ નાઈટીંગેલ એવોર્ડ માટે પસંદગી થઈ હતી, જેમાં વર્ષાબેન રાજપૂતનો સમાવેશ થાય છે.
18:36 November 09
ફાયર સેફટીનો અભાવ જણાતા એસ.ટી. તંત્ર સામે થયો સવાલ
અમરેલી: અમરેલી જિલ્લા પંચાયત રોડ પર એસ.ટી. બસમાં આગ ભભૂકી ઉઠી છે. 'સલામત સવારી એસટી અમારી' માં મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. આ ઉપરાંત એસ.ટી. બસમાં ફાયર સેફટીનો અભાવ પણ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે ફાયર ફાઇટર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. એસ.ટી. બસમાં ફાયર સેફટીનો અભાવ જણાતા એસટી તંત્ર સામે મોટો સવાલ ઉભો થયો છે.
18:27 November 09
ધારાસભ્ય હકુભા જાડેજાની અરજી હાઇકોર્ટે ફગાવી
ગાંઘીનગર: વર્ષ 2007માં દેવભૂમિ દ્વારકામાં મારામારી તોડફોડ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના પ્રઘાન અને વર્તમાન MLA હકુભા જાડેજાને કોઈ રાહત આપી નથી. આ કેસમાં ક્રિમિનલ કાર્યવાહી પડતી મુકવાની માંગ કરતી ખંભાળિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. સરકાર વતી પ્રોસિક્યુશન પડતું મૂકવાની માંગણીને હાઇકોર્ટે ફગાવી છે.
18:16 November 09
ફૂટબોલ મહાકુંભમાં કોણ છે મહિલા રેફરી
ફૂટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલાઓ રેફરીની ભૂમિકામાં જોવા મળશે. જાપાનના રેફરી યોશિમી યામાશિતા કતારમાં મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપમાં રેફરી તરીકે પસંદ કરાયેલી ત્રણ મહિલાઓમાંથી એક છે. ફ્રાન્સના સ્ટેફની ફ્રેપાર્ટ અને રવાન્ડાના સલીમા મુકાનસાંગા પણ રેફરી તરીકે કામ કરશે. ત્રણેય કતાર વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા 36 રેફરીઓના પૂલમાં છે, બાકીના પુરુષો છે. ફિફાએ 69 આસિસ્ટન્ટ રેફરીઓનો પૂલ પણ બનાવ્યો છે, જેમાં ત્રણ મહિલા આસિસ્ટન્ટ રેફરીને પણ નોમિનેટ કરવામાં આવી છે. જેમાં બ્રાઝિલની નુજા બેક, મેક્સિકોની કેરેન ડિયાઝ મેડિના અને અમેરિકાની કેથરીન નેસ્બિટનો સમાવેશ થાય છે.
17:51 November 09
કોર્ટે રાઉતના વકીલોની દલીલો સ્વીકારી
મુંબઈ: સંજય રાઉતને જામીન આપવાના EDના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ ભારતી ડાંગરેની કોર્ટ સમક્ષ ED દ્વારા આ કેસમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. EDના વકીલ હાઈકોર્ટમાં હાજર થયા અને સંજય રાઉતને હાઈકોર્ટમાંથી કોઈ આદેશ ન મળવા પર સેશન્સ કોર્ટમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો. એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે ED તરફથી દલીલ કરી હતી, પરંતુ કોર્ટે રાઉતના વકીલોની દલીલો સ્વીકારી હતી.
17:29 November 09
વહીવટી તંત્રમાં લાંબા સમય સુઘી બજાવી હતી ફરજ
જૂનાગઢ: કેશોદ ધારાસભાની ચૂંટણીમાં અલ્પેશભાઈ ચંદુલાલ ત્રાબડીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ખાતું ખોલાવ્યું છે. કેશોદ મામલતદાર કચેરીનાં બરખાસ્ત કર્મચારીએ ઉમેદવારી નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. તેણે કેશોદ વહીવટી તંત્રમાં લાંબા સમય સુઘી ફરજ બજાવી હતી. અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અલ્પેશભાઈ ચંદુલાલ ત્રાબડીયા દ્વારા વહીવટી તંત્ર વિરુદ્ધ RTI હેઠળ માહિતી મેળવી ફરિયાદો કરેલ હોવાથી તે જાગૃત નાગરિક તરીકે લોકપ્રિય છે.
17:14 November 09
બેંગલુરુ આવતા પ્રવાસીઓની સંખ્યા વાર્ષિક 60 મિલિયન સુઘી પહોંચશે
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 નવેમ્બરે બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટનું ટર્મિનલ-2 રૂપિયા 5000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેના ઉદઘાટન સાથે, બેંગલુરુની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા વાર્ષિક 60 મિલિયન સુધી પહોંચી જશે. આ પહેલા, બેંગ્લોરનું કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વાર્ષિક આશરે 25 મિલિયન મુસાફરોનું સંચાલન કરે છે. બેંગ્લોરના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ-2 અનોખું છે. તેને ગાર્ડન લેઆઉટ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે અને તેની અંદરની હરિયાળી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની દિવાલો પર છોડ છે, જે તેને એક અલગ જ સુંદરતા આપે છે.
16:58 November 09
આપનો ખેસ પહેરાવી AAPમાં કરાયું સ્વાગત
સુરત: સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના ગઢ સુરતમાં આમ આદમી પાર્ટીએ મોટુ ગાબડુ પાડ્યુ છે. સી.આર પાટીલની નજીક ગણાતા PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. PVS શર્મા સુરત મનપાના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકે આપનો ખેસ પહેરાવી તેનું AAPમાં સ્વાગત કર્યુ છે.
16:45 November 09
ખબર નહીં ક્યાં સુધી સહન કરવું પડશે: હસમુખ પટેલ
સુરત: સુરતમાં ભાજપમાં વધુ એક બળવાના એંધાણ થયા છે. શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હસમુખ પટેલએ પાર્ટી કે નેતાનું નામ લીધા વિના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, ખબર નહીં ક્યાં સુધી સહન કરવું પડશે. હસમુખ પટેલે ઉધના વિધાનસભા માટે દાવેદારીના પ્રયત્ન કર્યા હતા. તેઓ સશહેર ભાજપના ખૂબ જ સક્રિય કાર્યકર્તા રહ્યા છે. ગઈકાલે પૂર્વ ઉપપ્રમુખ PVS શર્માએ રાજીનામું આપ્યું છે. હસમુખ પટેલની ટિપ્પણીથી સુરત ભાજપમાં ચર્ચાનો દૌર શરૂ થયો છે. ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ શહેરમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતા સામે આવ્યા છે.
16:08 November 09
બેઠકમાં ભાજપના ઉમેદવારોના નામની થશે પસંદગી
ગાંઘીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે ભાજપની અંતિમ કવાયત ચાલી રહી છે. ઉમેદવારોના નામો પર અંતિમ મહોર આજે સાંજે દિલ્હીમાં લાગશે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સાંજે 6.30 કલાકે દિલ્લીના કમલમ ખાતે થવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્લી જવાના છે. દિલ્હી ખાતે ભાજપની આ બેઠકમાં ભાજપના ઉમેદવારોના નામની પસંદગી થશે. જો કે તે પહેલા ગુજરાતમાં ભાજપની બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ છે. આ બેઠકનું આયોજન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આવાસ પર કરવામાં આવ્યું હતું.
15:13 November 09
સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની ન થઇ
વડોદરા: વડોદરા શહેરના ભાઈલી વિસ્તારમાં પાંચ માળની ઈમારત ઢળી પડી છે. આ ઘટના ઇડન ગાર્ડન નામની સાઇટ પર ઘટી હતી. આ સાઇટનું 80 ટકા કામ પૂર્ણ થઇ ગયુ હતુ છતા આ ઇમારત નમી પડતા બિલ્ડર અને પાલિકાની બેદરકારી અંગે અનેક ચર્ચાઓ થઇ રહી હતી. આ ઇમારત બંધાતી હોવાને કારણે અહીં વધારે લોકો હાજર હતા નહીં તેથી સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
15:00 November 09
રાજ્યમાં શિક્ષણ ખાડે ગયું છે: વિષ્ણુ પટેલ
પાટણ: ચાણસ્મા વિધાન સભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો છે. AAPએ વિષ્ણુ પટેલને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે. વિષ્ણુ પટેલ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. AAP દ્વારા નામ જાહેર કરાતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. જીતનો આશાવાદ વ્યક્ત કરતા વિષ્ણુ પટેલે કહ્યું કે, ચાણસ્મા વિધાન સભા ક્ષેત્રમાં વિકાસ માત્ર કાગળ પર જ છે અને રાજ્યમાં શિક્ષણ ખાડે ગયું છે.
14:47 November 09
આ મામલે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી
વડોદરા: વડોદરાના મંજુસર પાસેથી ૨૩ લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત 30 લાખનો મુદ્દા માલ ઝડપવામાં આવ્યો છે. વડોદરાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે
ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરતા મોટો જથ્થો ઝડપ્યો હતો. આ ઉપરાંત એક ઈસમ પણ ઝડપાયો હતો. દારૂનો જથ્થો મોકલનારને ઝડપી પાડવા કાનૂની કાર્યવાહી હાથ ધરી
મંજૂસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
14:25 November 09
મોરબી પુલ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે
મોરબી પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. અરજદારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. પુલ દુર્ઘટનામાં 136 લોકોમાં બાળકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકને રૂપિયા 25 લાખનું અને ઈજાગ્રસ્તને રૂપિયા 5 લાખનું વળતર આપવા માંગ કરી હતી, વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.
14:20 November 09
સોમાભાઈ પટેલે ઝંપલાવ્યું ચૂંટણીમાં, અપક્ષમાંથી લડશે ચૂંટણી
સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડશે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે. તેઓ 4 વખત સાંસદ અને 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. 4 પૈકી 3 વખત ભાજપમાંથી અને એક વખત કોંગ્રેસમાંથી સાંસદ રહ્યા છે. 3 પૈકી 2 વખત કોંગ્રેસ અને 1 વખત ભાજપમાંથી ધારાસભ્ય ચૂંટાયા છે. ત્યારે ચૂંટણી લડવાની તેમની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
13:43 November 09
મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનથી ફર્યા
મધુ શ્રીવાસ્તવે પોતાના નિવેદન અંગે ખુલાસો કર્યો છે કે હું વાઘોડિયા બેઠક પરથી જ ચૂંટણી લડીશ. ટિકિટ કોને આપવી તે પાર્ટી નક્કી કરશે, પરંતુ મને ટિકિટ આપશે તો હું 50 હજાર વોટથી જીતીશ'
13:35 November 09
ભાજપ જોડ-તોડની રાજનીતિ કરે છે: મનીષ દોશી
24 કલાકમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. જે મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટાયા પછી, કાર્યકરોના મહેનત બાદ તેમણે જીત હાંસલ કરી છે. તેઓ પ્રજા અને પક્ષ દ્વારા મુકેલા વિશ્વાસને છોડીને જઈ રહ્યા છે. તેમની કંઈ મજબૂરી હતી તે અંગે તેમણે ખુલાસો કરવો જોઈએ. ભાજપ જોડ-તોડની રાજનીતિથી કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરે છે.
13:29 November 09
ભગા બારડે ધારણ કર્યો કેસરિયો
ભગા બારડે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગા બારડ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. મહામંત્રી પ્રદિપ વાધેલાના હસ્તે કેસરિયા કર્યા હતા.
13:22 November 09
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના રાજીનામાની અટકળ
કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. પેટલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે
13:12 November 09
24 કલાકમાં કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાં
કોંગ્રેસમાંથી મોહન રાઠવા અને ભગા બારડે રાજીનામાં આપી દીધા છે. માત્ર 24 કલાકમાં બે કોંગ્રેસના રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભગા બારડે વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્યને રાજીનામું સોંપી દીધું છે.
12:58 November 09
ભાજપ ચૂંટણીમાં કરશે હાઈટેક પ્રચાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ હાઈટેક પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા કેસરી ઈ-બાઈકથી પ્રચાર કરવામાં આવશે. ઈ-બાઈક પાછળ લગાવેલા LEDમાં ગુજરાતનો વિકાસ દર્શાવવામાં આવશે.
12:28 November 09
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નહિ લડે ચૂંટણી
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે. ઉપરાંત તેમણે નિવેદન આપ્યું છે કે તેમની પત્ની ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ 20 વર્ષથી વાઘોડિયાથી ચૂંટણી લડી રહ્યા છે.
12:23 November 09
કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવારોની બીજી યાદી
કોંગ્રેસ આજે સાંજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે. અગાઉ કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પહેલા તબક્કાના બાકી રહેલ બેઠકોના ઉમેદવારો જાહેર કરાશે.
12:17 November 09
આજે સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ઉમેદવારોના નામ થઈ શકે છે જાહેર
ભાજપમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર અટકળો ચાલી રહી છે. સાંજે 6 વાગ્યે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પેનલ મનોમંથન કરશે. એ પછી બેઠકમાં ઉમેદવારના નામ પર અંતિમ મહોર લાગશે. યાદી બાદ નક્કી થશે કે કોનું પત્તું કપાયું.
12:10 November 09
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ફટકો, ધારાસભ્ય ભગા બારડનું રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ઊભી છે. જ્યાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાવવાના છે. બુધવારે તેઓ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ જશે.
12:06 November 09
હું કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી: સુખરામ રાઠવા
વિપક્ષ નેતા સુખરામ રાઠવાના કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળો વહેતી થઈ હતી. જે મુદ્દે સુખરામ રાઠવાએ સ્પષ્ટતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પાર્ટી છોડવાના નથી. વિપક્ષ નેતા સુખરામ રાઠવા જેતપુર પાવી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
11:49 November 09
કચ્છમાંથી ફરીવાર પકડાયું MD ડ્રગ્સ
કચ્છમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું હતું. ભુજના 3 યુવક 28 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. પોલીસે સ્નિફર ડોગ્સની મદદથી ગિયરબોક્સમાં છુપાવેલું 2.80 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ગાડી, મોબાઈલ સહિત 8.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
11:33 November 09
કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું
મોહનસિંહ રાઠવા બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો મળશે. કોંગ્રેસના વધુ એક સિનિયર ગણાતા તાલાલાના ધારાસભ્ય ભગા બારડ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે. ભગા બારડના સમર્થકોએ પણ એ બાબતને સમર્થન આપ્યું છે કે જો ભગા બારડ ભાજપમાં જોડાશે તો તેઓ પણ ભાજપમાં જોડાઈ જશે.
11:19 November 09
આણંદના તારાપુરમાં ટ્રક પલટી જતાં અકસ્માત, 3 લોકોના મોત
આણંદના તારાપુરમા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી જતાં 3 વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર ગયો હતો. તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
11:17 November 09
ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ગુજરાત કોંગ્રેસ માટે પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી.
11:08 November 09
જીગ્નેશ કવિરાજ મહેસાણાના ખેરાલુથી લડશે ચૂંટણી
જીગ્નેશ કવિરાજે મહેસાણાના ખેરાલુથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કવિરાજે કુળદેવી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું મારા વતન માટે કંઈક કરવા માગું છું માટે ચૂંટણી લડીશ. લોકોની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્ન કરીશ. મને ખેરાલુ અને સતલાસણાના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. હવે લોકો માટે કંઈક કરવાની ઈચ્છા છે.
11:03 November 09
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આવશે ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતની મુલાકાતે આવશે. આજે બપોરે સુરત એરપોર્ટ પર આગમન થશે. 4 દિવસીય ગુજરાતના પ્રવાસમાં રાઘવ ચઢ્ઢા આજે નવસારી ખાતે રોડ શો અને જનસભાને સંબોધીત કરશે. સાથે ઉત્તર ગુજરાતની પણ મુલાકાત લેશે.
10:55 November 09
ચંદ્રચુડ બન્યા દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ CJI તરીકેના શપથ લેવડાવ્યા હતા. ન્યાયતંત્રના ઈતિહાસમાં પહેલીવાર પિતા-પુત્ર CJI બન્યા હતા. શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાનનરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ ધનખડ સહિત તમામ મહાનુભાવો હાજર રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી ચાલશે.
10:46 November 09
અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દસક્રોઈના અશ્વમેઘ ઈન્ડસ્ટ્રીયલ પર રેડ પાડી હતી. પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી હતી. આરોપી દૂધના પાઉડરની આડમાં દારુની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે 17.11 લાખની વિદેશી દારુની બોટલો સહિત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
10:43 November 09
હરભજનસિંહ કરશે આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર

10:11 November 09
ગોપાલ ઈટાલિયા કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે
કેજરીવાલનું ટ્વિટઃ ગોપાલ ઈટાલિયા કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે.
કેજરીવાલનું ટ્વિટઃ ગોપાલ ઈટાલિયા કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે. મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવશે.
09:11 November 09
અમિત શાહની હાજરીમાં નડ્ડાના નિવાસસ્થાને બેઠક, ઉમેદવારોના નામને લઈને મંથન
અમિત શાહની હાજરીમાં નડ્ડાના નિવાસસ્થાને બેઠક, ઉમેદવારોના નામને લઈને મંથનમંથન
સાંજે 6 વાગ્યે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. બેઠક પહેલા ગઈકાલે રાત્રે અમિત શાહ અને જેપી નડ્ડાના નિવાસસ્થાને ઉમેદવારોના નામને લઈને બેઠક પણ યોજાઈ હતી. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર મારી શકે છે.
08:12 November 09
ચંદ્રચુડ બનશે દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ,ન્યાયતંત્રના ઈતિહાસમાં પહેલીવાર પિતા-પુત્ર CJI બનશે
આજે દેશનાં 50માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ CJI તરીકે શપથ લેવડાવશે. ન્યાયતંત્રના ઈતિહાસમાં પહેલીવાર પિતા-પુત્ર CJI બનશે. તેમના પિતા જસ્ટિસ વાયવી ચંદ્રચુડ પણ સાત વર્ષથી વધુ સમય સુધી મુખ્ય ન્યાયાધીશ હતા. તેઓ આ પદ પર બે વર્ષ એટલે કે 10 નવેમ્બર, 2024 સુધી રહેશે.
07:07 November 09

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 1.57 કલાકે ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા.જ્યારે નેપાળમાં 6 લોકોનાં મોતના સમાચાર છે. આ પછી નેપાળમાં સવારે 3.15 વાગ્યે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના ડોટી જિલ્લામાં ભૂકંપ બાદ લગભગ 2:12 વાગ્યે એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે 1.57 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ, મણિપુર હતું. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. નોંધપાત્ર રીતે દિલ્હી એનસીઆર સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપ ખૂબ જ જોરદાર હતો.