અમદાવાદ: ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તબીબો, નર્સ, હોસ્પિટલનો અન્ય સ્ટાફ, સફાઈ કામદારો, એસ.ટી ડેપો, રેલ્વે સ્ટેશન, એરપોર્ટના કર્મચારીઓ, પોલીસ કર્મીઓ તથા મીડિયાકર્મીઓ પોતાના જીવના જોખમે આપણી સેવા-સુરક્ષા માટે અવિરત પણે 24 કલાક ખડેપગે છે. તેમની તંદુરસ્તીની પ્રાર્થના સાથે આભાર વ્યક્ત કરી તેઓના મનોબળને વધારવા આપણે સૌ એક બની સરકાર તેમજ વહીવટી તંત્રને પૂર્ણ સાથ- સહકાર આપી કોરોના વાયરસ નામની મહામારીને હરાવવા માટે સંકલ્પ બદ્ધ બનીએ.
ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરી લોકોને અપીલ
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતવાસીઓ કોરોના વાઈરસ સામે એક થઈને લડી રહ્યા છે, ગુજરાતની જનતાએ આ અતિસંવેદનશીલ ઘડીમાં એકતા-ભાઈચારાના દર્શન કરાવ્યા છે. તે બદલ તેઓ સૌને અભિનંદન પાઠવે છે.