ETV Bharat / state

ભાજપ અને કોંગ્રેસમાં બળવાની આગ ભભૂકી, ડેમેજ કન્ટ્રોલના પ્રયત્નો કેવા છે જાણો

author img

By

Published : Nov 15, 2022, 3:22 PM IST

Updated : Nov 15, 2022, 4:30 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્ર ભરવાનો સોમવારે છેલ્લો દિવસ હતો. તેની સાથે સાથે ભાજપ ( Rebellion in BJP ) અને કોંગ્રેસ (Rebellion in Congress ) બંનેમાં ટિકિટને લઈને ઉકળતો ચરૂ ( Rebellion in Congress BJP ) રહ્યો છે. બળવાની આગ ઠારવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખુદ મેદાનમાં ( BJP Amit Shah Damage control ) આવ્યા છે. ઈ ટીવી ભારતનો વિશેષ ગ્રાઉન્ડ રીપોર્ટ.

ભાજપ અને કોંગ્રેસમાં બળવાની આગ ભભૂકી, ડેમેજ કન્ટ્રોલના પ્રયત્નો કેવા છે જાણો
ભાજપ અને કોંગ્રેસમાં બળવાની આગ ભભૂકી, ડેમેજ કન્ટ્રોલના પ્રયત્નો કેવા છે જાણો

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં દરેક સમાજ પોતાના સમાજને ટિકિટ મળે તેવી માંગ કરતાં હોય છે. પણ શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં આ વખતે વિરોધ ( Rebellion in BJP ) વધારે જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની ત્રણ બેઠકો પર ભાજપના જ ધારાસભ્યોએ અપક્ષમાં દાવેદારી કરવાની સત્તાવાર જાહેરાત કરી નાંખી છે અને બીજી બેઠકના પત્તા ભાજપે હજી ખોલ્યાં નથી. વડોદરાની પાંચ બેઠકો પર વિવાદ છે.

ક્યાં ક્યાં બળવાની આગ છે તેની હાઈલાઈટ્સ આ વિશે વિગતવાર જોઇએ તો બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને ટિકિટ નહી મળતા ભારોભાર ( Rebellion in BJP ) અસંતોષ છે. બાયડ બેઠક પર ભાજપે ભીખીબહેન ગિરવંતસિંહ પરમારને ટિકિટ આપી છે. 2019 પેટાચૂંટણીમાં ભીખીબહેન પરમાર કોંગ્રેસતરફી મતદાન કરાવ્યું હતું જેનો મોટો વાંધો છે. વડોદરામાં વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવને કાપી અશ્વિન પટેલને ટિકિટ આપી તેનાથી શ્રીવાસ્તવ નારાજ થઇને અપક્ષમાં ઉમેદવારી પત્ર ભરશે. વડોદરાની વાઘોડિયા બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાશે. કરજણ બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અક્ષયકુમાર પટેલને ટિકિટ આપી છે.કરજણ બેઠક પર ભાજપના સમર્થકોએ તેમનો વિરોધ કર્યો છે. ત્યારે સતીષભાઈ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શકયતા છે. એમ જ વડોદરાની પાદરા બેઠક પર ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. પાદરા બેઠક પર દિનેશભાઈ બાલુભાઈ (દિનુમામા)ને કાપ્યા છે. પાદરા બેઠક પર ભાજપના દિનુમામાના સમર્થકોમાં ભારે રોષ છે. હર્ષ સંધવી પ્રથમ દિવસે આવ્યા હતાં પણ તેઓ ડેમેજ કન્ટ્રોલ કરી શક્યાં નથી. રાજેન્દ્ર ત્રિવેદીને સમગ્ર મામલો સોંપાયો હોવાની ચર્ચા છે પણ રાજેન્દ્ર ત્રિવેદીને જ ભાજપે ટિકિટ આપી નથી.

અલ્પેશ ઠાકોરનો વાંધો ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. ગાંધીનગર દક્ષિણના સ્થાનિકોમાં ભારે રોષ છે કે ઉમેદવાર સ્થાનિક જ હોવો જોઈએ. અમદાવાદની વટવા બેઠક પર પણ ભારે અસંતોષ છે. ઉમરેઠ બેઠકના કાર્યકરો કમલમ આવ્યા હતા અને દેખાવો કર્યા હતાં. વડોદરાની માંજલપુર અને સયાજીગંજમાં ઉમેદવારોની જાહેરાત વિલંબિત રહી હતી જોકે સયાજીગંજ પર મેયર કેયૂર રોકડીયાને મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યાં હતાં. માંજલપુર અને સયાજીગંજમાં પાટીદાર સમાજને ટિકિટની માગ છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પાટીદારવાળી વાતને સમર્થન આપ્યું છે.

આયાતી ઉમેદવાર ગણી વિરોધ પાટણમાં ભાજપના રાજુલ દેસાઈને ટિકિટ આપવાની ચર્ચાને પગલે માલધારી સમાજ રોષમાં છે. રાજુલ દેસાઈ આયાતી ઉમેદવાર છે તેવી રજૂઆત કરાઈ છે. રાજુલ દેસાઈના સ્થાને સ્થાનિક રણછોડ દેસાઈને ટિકિટ આપવાની માંગ ઊઠી છે. આવા વિરોધને કારણે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમના દ્વાર બંધ કરવા પડ્યાં હતાં.

કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ ભાજપના આવા હાલ હોય ત્યારે કોંગ્રેસની તો વાત પૂછવા જેવી નથી એટલી હદનો બળવો જોવા મળ્યો છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર અસંતુષ્ટ ઉમેદવારોના સમર્થકો દ્વારા તોડફોડના દ્રશ્યો (Rebellion in Congress ) સામે આવ્યાં હતાં. કોંગ્રેસમાં જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલાને ટિકિટ ( Gujarat Assembly Election 2022 ) ફાળવાતા ભારે વિરોધ થયો હતો. કોંગ્રેસના જ કાર્યકર્તાઓ અને એનએસયુઆઈના સભ્યોએ ઈમરાન ખેડાવાલાના સ્થાને શાહનવાઝ શેખને ટિકિટ આપવા માંગ કરી, દેખાવો કર્યા અને કાર્યાલયમાં ઘુસી જઈ દેખાવો કર્યા હતાં.ઈમરાન ખેડાવાલાને ભરતસિંહ સોલંકીના કહેવાથી ટિકિટ આપી છે, જેથી કોંગ્રેસ ઓફિસ બહાર ભરતસિંહના પોસ્ટર ફાડીને તેમના ફોટા સળગાવ્યા હતા. ભરતસિંહ સોલંકી દલાલ છે, તેમણે 50 કરોડ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. પૈસાના જોરે ટિકિટ વેચી હોવાના આક્ષેપો લગાવ્યા હતાં.

વાઘોડિયા બેઠક પર કોંગ્રેસનો પણ વિરોધ વડોદરાની વાઘોડિયા બેઠક પર કોંગ્રેસે જે ઉમેદવાર ( Gujarat Assembly Election 2022 ) જાહેર કર્યાં તેની સામે પણ વિવાદ સર્જાયો છે. વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડનું નામ જાહેર થયું છે. તેનો વિરોધ થતાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઈ છે. રાયપુર છત્તીસગઢના મેયર યોગપાલસિંહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં મિટિંગ થઈ હોવાનું જાણવા મળે છે. સ્થાનિક ઉમેદવારની માગ અડીખમ રહ્યા છે.

અમિત શાહે ડેમેજ કન્ટ્રોલ કરવા પ્રયાસ શરૂ કર્યો છે ભાજપમાં થયેલ બળવાની આગ ( Rebellion in BJP ) ઠારવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આખો મામલો હાથ પર લીધો ( BJP Amit Shah Damage control ) છે. પણ હજી સુધી બળવો શાંત થયો તેવા કોઈ સમાચાર મળ્યા નથી. અમિત શાહે ગઈકાલે સાંજે કમલમમાં બેઠક કરી હતી અને ટિકિટના વિવાદને ( Gujarat Assembly Election 2022 ) કેવી રીતે અટકાવવો તે અંગે ચર્ચા કરી હતી. વડોદરાથી કેબિનટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને બોલાવ્યા હતાં. તેઓ માત્ર 10 મીનિટ કમલમમાં રોકાયા હતાં. પણ તે પછી તે તરત નીકળી ગયા હતાં.આ બંને નેતાઓની શું ચર્ચા થઈ તે હજી બહાર આવ્યું નથી.

Last Updated : Nov 15, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.