ETV Bharat / state

ભાજપના શિષ્યવૃતિ બંધ કરવાના નિર્ણયથી લાખો ગરીબ બાળકો શિક્ષણથી વંચિત : ડો. દોશી

શિક્ષણ ક્ષેત્રને લઈને ડૉ. મનિષ દોશીએ ભાજપ પર આકરા (Manish Doshi attack on BJP) પ્રહાર કર્યા છે. કોંગ્રેસના શાસનમાં બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે છાત્રવૃત્તિ (BJP Scholarship Decision) આપવામાં આવી છે. ભાજપના શિક્ષણના મૂળભૂત અધિકાર છાત્રવૃત્તિ બંધ કરવાના નિર્ણયથી ગરીબ બાળકો પર ઘાતક સાબિત થશે. (Gujarat Assembly Election 2022)

ભાજપના શિષ્યવૃતિ બંધ કરવાના નિર્ણયથી ગરીબ બાળકો શિક્ષણથી વંચિત : ડો. દોશી

author img

By

Published : Nov 30, 2022, 9:44 AM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી દ્વારા કંઈકના કંઈક મુદ્દે આરોપ અને પ્રતિ આરોપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રને લઈને ગુજરાત પ્રદેશ (Gujarat Election 2022) કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. દેશમાં ધોરણ 1થી 8 આઠ કરોડ જેટલા અનુસુચિત જાતિ, સાડા ચાર કરોડ અનુસૂચિત જનજાતિ. સહિત OBC, માઈનોરીટીના કરોડો ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગના બાળકો અને ગુજરાતના 50 લાખ બાળકો માટેની પ્રિ મેટ્રિક છાત્રવૃત્તિ બંધ કરી શિક્ષણથી વંચિત રાખવાના ભાજપના નિર્ણય ઉપર પ્રહારો કર્યા હતા. (BJP Scholarship Decision)

ડૉ. મનિષ દોશી શિષ્યવૃતિના નિર્ણયને લઈને ભાજપ પર કર્યા આકરા પ્રહાર

શું કહ્યું મનીષ દોશીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસનમાં વર્ષોથી શરૂ કરેલા ધોરણ 1થી 8 સુધી આઠ કરોડ જેટલા SC, સાડા ચાર કરોડ SC સહિત કરોડોની સંખ્યામાં OBC, લઘુમતી સમાજના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે છાત્રવૃત્તિ આપવામાં આવી છે. ભાજપ સરકારે વર્ષ 2022-23માં શિક્ષણની મૂળભુત અધિકાર પર ઘાત કરતો છાત્રવૃત્તિ બંધ કરવાનો નિર્ણયથી ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગના સમાજ માટે ઘાતક સાબિત થશે. (Manish Doshi attack on BJP)

યોજનાઓ બંધ કરવાના નિર્ણયો વધુમાં ડૉ. દોશીએ કહ્યું હતું કે, દલિત, આદિવાસી, બક્ષીપંચ અને લઘુમતી બાળકોને મળવાપાત્ર શિષ્યવૃતિ બંધ કરવાનો ભાજપ સરકારનો નિર્ણય બતાવે છે કે, ભાજપ દલિત, આદિવાસી, બક્ષીપંચ, લઘુમતિ વિરોધી માનસિકતા ધરાવે છે. દલિત, આદિવાસી, બક્ષીપંચ લઘુમતીના બાળકો શિક્ષણથી વંચિત રહે તેવો એક વધુ નિર્ણય છે અને આ સમાજના લોકોને શિક્ષા ન મળે તેનું એક ષડયંત્ર છે. દેશમાં SC, ST, OBC, સબ પ્લાન બંધ કરવાની વાત હોય, SC, ST, OBC. અને લઘુમતી સમાજને ફાળવવામાં આવેલા બજેટમાં ઘટાડો કરવાની વાત હોય અથવા તેમના શૈક્ષણિક, આર્થિક, સામાજિક ઉત્થાન માટેની યોજનાઓ બંધ કરવાની નિર્ણયો ભાજપ સરકાર લેતી આવી છે. (Congress Committee spokesperson Dr Manish Doshi)

વિરોધી માનસિકતા છતી ધોરણ 1થી 8ના લાખો ગરીબ, વંચિત, શોષિત માટેની પ્રિ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી ભાજપે પોતાની SC, ST, OBC, વિરોધી માનસિકતા છતી કરી છે. દેશમાં શિક્ષણ વિરોધી, SC, ST, OBC વિરોધી આ ફરમાન નિર્ણયને તાત્કાલિક અસરથી પાછો લેવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. (Gujarat Assembly Election 2022)

ક્રમ ગુજરાતના વિધાર્થીઓવિધાર્થીઓની સંખ્યા
1અનુસુચિત જાતિ 5,57,800
2અનુસુચિત જનજાતિ 15,12,073
3 બક્ષીપંચ 22,89,107
4 લઘુમતી 4,96,447

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.