ETV Bharat / state

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ

ગુજરાત આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022)તમામ પાર્ટીમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. BTP જેવી નાની પાર્ટીઓને પોતાના પક્ષમાં સમાવવા માટે તમામ પક્ષ મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં BTP નેતા મહેશ વસાવાએ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આપ અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં AAP અને  BTP વચ્ચે ગઠબંધનના એંધાણ
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ
author img

By

Published : Mar 28, 2022, 1:58 PM IST

Updated : Mar 28, 2022, 5:17 PM IST

અમદાવાદઃ ગુજરાત આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટી વચ્ચે (Gujarat Assembly Election 2022)રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતના BTP નેતા મહેશ વસાવાની (BTP leader Mahesh Vasava)આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party) સંયોજક અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.

BTP નેતા મહેશ વસાવાએ દિલ્લીની મુલાકાત લીધી - ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપ અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ વર્તાઈ રહ્યા છે. BTP નેતા મહેશ વસાવા દિલ્લીની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં BTPએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. આ બાદ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન BTPએ ભાજપને સાથ આપ્યો હતો. હવે BTP અને AAPના સંયોજકની આ મુલાકાત ગુજરાત રાજકારણમાં સૂચક માનવાામાં આવી રહી છે. વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આ બેઠકમાં આદિવાસીઓના વિકાસને લઈ ચર્ચા કરવામાં આવી હતી, તો બીજી તરફ દિલ્લી મોડલ અંગે પણ ચર્ચા થઈ હતી. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની વૃદ્ધિ થાય તે અંગે પણ ચર્ચા થઈ હતી. આદિવાસીઓના પ્રશ્નોને લઈને એક કલાક સુધી બેઠક કરી હતી.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 'ડેમ હટાવો આદિવાસી બચાવો'ના ચાલુ કાર્યક્રમમાં BTP નેતાએ ચાલતી પકડી

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ - ગુજરાતમાં આ વર્ષના અંત સુધી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી યોજાવાની છે.આ ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોની નજર ગુજરાત પર છે. ગુજરાતમાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. તેવામાં BTP જેવી નાની પાર્ટીઓને પોતાના પક્ષમાં સમાવવા માટે તમામ પક્ષ મહેનત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ

Last Updated : Mar 28, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.