ETV Bharat / state

Ahmedabad news: અમદાવાદ શહેરના ટ્રાફિક પાર્કિંગની સ્થિતિ મુદ્દે સરકારે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું

ટ્રાફિક, પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતે રાજ્ય સરકારે હાઇકોર્ટને તમામ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ મુદ્દે વિવિધ આંકડાઓ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા હતા.

government-submitted-an-affidavit-in-the-court-on-the-issue-of-traffic-parking-situation-in-ahmedabad-city

author img

By

Published : May 4, 2023, 9:05 PM IST

Updated : May 8, 2023, 6:46 PM IST

Ahmedabad news

અમદાવાદ: રાજ્યમાં આવેલા રખડતા ઢોર ટ્રાફિક અને પાર્કિંગ અંગે છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં આજે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા જેમાં અત્યાર સુધીમાં જે પણ કાર્યવાહી કરવામાં આવી તે તમામ માહિતી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જે સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમાં શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે વિશેષ સેલની રચના કરાઈ છે.

વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ: વિશેષ સેલ શહેરની ટ્રાફિકની સ્થિતિનું મોનિટરિંગ કરશે. ઈ-ચલણ ભરવા માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ બની હોવાની વિગતો પણ કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. જેનાથી હવે તમામ રાજ્યોના શહેરની ઈ ચલણનો સમસ્યાનો અંત આવશે. ઈ-ચલણ વિશે વાત કરતા સરકારી કોર્ટ સમક્ષ દસ વર્ષના આંકડા મૂક્યા હતા. વર્ષ 2015થી 2023 સુધીમાં 25,36,545 ઈ-ચલણ ઈશ્યુ થયા છે.

સરકારનું સોગંધનામુ: સરકારે રજુ કરેલા સોગંધનામાં જણાવ્યા અનુસાર ટ્રાફિક નિયમોના ભાગ બદલ જે પણ દંડ વસૂલવામાં આવ્યો તેની વિગતો પણ મૂકવામાં આવી હતી. અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ 2015થી 2023 દરમ્યાન 80 કરોડથી વધુનો દંડ ચૂકવ્યો છે.અમદાવાદના નાગરિકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ. 80,15,22,960નો દંડ ચૂકવ્યો છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શહેરમાં 455 ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા છે. 16 ટોઈંગ વાન કાર્યરત, 130 ટ્રાફિક જંકશન્સ પર CCTV થી નજર રખાઈ રહી છે. અલગ અલગ પોઇન્ટ ઉપર સ્પીડ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવી પણ સરકારે કોર્ટ સમક્ષ વિગતો મૂકી હતી.

દંડની જોગવાઈ: ગેરકાયદે પાર્કિંગના માટે જે પણ દંડ વસૂલવામાં આવ્યા છે. તેના આંકડા રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ આપતા જણાવ્યું હતું કે પહેલા ગુના માટે રૂ.500 રૂપિયા દંડ, બીજા અને તે પછીના તમામ ગુનાઓ માટે રૂ.1,000 દંડ છે. વર્ષ 2022-23માં ગેરકાયદેસર પાર્કિંગના 21,650 કેસ અને રૂ. 1,08,54,100 દંડ પેટે વસૂલાયા છે.ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોના ટોઇંગના 7793 કેસ આવ્યા છે. જેમાંથી ક્લેમ્પ ચાર્જ રૂ.3613500 વસૂલાયો છે. અત્યારસુધીમાં ગેરકાયદે પાર્કિંગ માટેનો ચાર્જ રૂપિયા 1780700 વસુલાયો છે.

આ પણ વાંચો

Kiran patel case: મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના શરતી જામીન મંજુર

Chotila Ropeway Controversy : પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા પર બનશે રોપ વે, ગુજરાત હાઇકોર્ટે રોક લગાવવાની અરજી ફગાવી

નક્કર કામગીરીના નિર્દેશ: ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે વિવિધ પ્રકારના જે દંડ વસૂલવામાં આવ્યા છે. તેમાં જાન્યુઆરી 2022થી 29 એપ્રિલ 2023 સુધીમાં 24489 વાહનોનું ટોઈંગ અને રૂ. 1,47,05,100 ટોઈંગ ચાર્જ અને રૂ. 52,44,500 પાર્કિંગ ચાર્જ વસૂલાયો છે. આમ આ સમગ્ર મામલે મહત્વનું છે કે રાજ્ય સરકારે જે પણ સોગંદનામુ રજૂ કર્યો છે તેનાથી હાઇકોર્ટે સંતોષ તો વ્યક્ત કર્યો છે પરંતુ નક્કર કામગીરીના નિર્દેશ આપ્યા છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

Last Updated : May 8, 2023, 6:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.