અમદાવાદ: હાઈકોર્ટે આ મુદ્દે મહત્વના આદેશ આપતા રાજ્ય સરકારને કહ્યું કે, વાલીઓ પર ફી બોજ ન બને એ રીતે વાલી અને ખાનગી શાળાઓ વચ્ચે મધ્યહસ્થી બની રાજ્ય સરકારે નિણર્ય લેવાની જરૂર છે. નોંધનીય છે કે, 22 માર્ચ મહિનામાં કોરોનાની શરૂઆત બાદ એપ્રિલમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ શરુ કરવામાં આવ્યો હત. સરકારનો અત્યારે વાલીઓને ફી ભરવા ફરજ ન પાડી શકાય તેવા આદેશ સામે પણ ફી ભરવાનું કહેવામાં આવતું હોવાનું વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
વાલીઓ વતી હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરવામાં આવી છે કે, કોરોનાના કારણે લાગેલા લોકડાઉનને લીધે ધંધો - વેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે.
વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે કે, ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફીમાંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફીસ માફ કરવામાં આવે. કોરોનાના કારણે લાગેલા લોકડાઉમ દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયા છે. નોંધનીય છે કે ,કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ 15મી ઓગસ્ટ બાદ શાળા - કોલેજ શરૂ કરવાનો નિણર્ય કરશે.