અમદાવાદઃ ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. 2 વિષયની પુરક પરીક્ષા લેવામાં આવશે. 25મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. એક વિષયમાં ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓએ ફરી રજિસ્ટ્રેશન નહી કરવું પડે. વિદ્યાર્થીઓ બે વિષયની પરીક્ષા આપી શકશે. GSEB.ORG વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકાશે.
![ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સરકારનું નોટિફિકેશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-25-std-12th-notification-photo-story-7208977_25082020234218_2508f_1598379138_314.jpg)
અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી અંદાજે 5.25 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. આ પરીક્ષા માર્ચ 2020માં લેવાઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું હતું.