ETV Bharat / state

સરકારી બેનરના દૂરૂપયોગ કરનારા અધિકારીઓ સામે પગલાં ભરવા સામાજિક કાર્યકરે CMને પત્ર લખી માગ કરી - news in Viramgam

વિરમગામમાં હાર્દ સમાન સૂર્ય ગોવિંદ સોસાયટી તરફ જવાના રોડ ઉપર વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનની તસ્વીરો અને સરકારી બેનર અપમાનજનક સ્થિતિમાં લટકાવનારા જવાબદાર અધિકારીઓ પર કાયદેસર પગલાં ભરવામાં આવે તે બાબતે વિરમગામના સામાજિક કાર્યકર નથુભાઈ રાઠોડ ઉર્ફે ભાણાભાઈએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી માગ કરી હતી.

Viramgam
વિરમગામ
author img

By

Published : Oct 4, 2020, 2:32 PM IST

અમદાવાદ: વિરમગામમાં હાર્દ સમાન સૂર્ય ગોવિંદ સોસાયટી તરફ જવાના રોડ ઉપર વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનની તસ્વીરો અને સરકારી બેનર અપમાનજનક સ્થિતિમાં લટકાવનારા જવાબદાર અધિકારીઓ પર કાયદેસર પગલાં ભરવા બાબતે વિરમગામના સામાજિક કાર્યકર નથુભાઈ રાઠોડ ઉર્ફે ભાણાભાઈએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી માગ કરી હતી.

viramgam
વિરમગામમાં સરકારી બેનરના દૂરૂપયોગ કરનાર અધિકારીઓ સામે પગલાં ભરવા સામાજિક કાર્યકરે CMને પત્ર લખી માંગ કરી

આ પત્રમાં જણાવ્યા અનુસાર ભાજપ શાસિત નગરપાલિકાને બદનામ કરવા અક્ષર નગર સોસાયટીમાં ગટરના પાણીનું તળાવ બનાવ્યું છે. શોપિંગ સેન્ટરો વગર મંજૂરીએ બાંધી દીધા છે. વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં વિરમગામના હાર્દ સમાન સોસાયટીઓમાં જવાના રસ્તા ઉપર છેલ્લા એકાદ વર્ષથી ઉભરાતી ગટર બાબતે અગાઉ રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી જેમના તેમજ છે, શું આનો વેરો નગરપાલિકા લેતી નથી અને કોઈ મંજૂરી નથી તેવા ગટર કનેક્શન બંધ કરવાના બદલે માટીનું એક ટ્રેક્ટર નાખીને ગેરકાયદેસર કનેક્શન વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. કેમકે, આ એન્જિનિયરો, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને મોટો ભ્રષ્ટાચાર કરીને ભાજપ શાસિત નગરપાલિકાને બદનામ કરવા અક્ષર નગર સોસાયટીમાં ગટરના પાણીનું તળાવ બનાવ્યું છે.

વધુમાં નથુભાઈ રાઠોડે પત્રમાં લખ્યું હતું કે, જેનો અત્યારે આખા વિશ્વમાં ડંકો વગાડી દીધો છે. એવા માનનીય વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનની તસ્વીરને અપમાનજનક સ્થિતિમાં લટકાવનારા જવાબદાર અધિકારીઓ ઉપર પણ પગલાં ભરવામાં આવે તેવી સામાજીક કાર્યકરે માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.