અમદાવાદ એરપોર્ટ પર દિવસને દિવસે સોનાની દાણચોરી વધી રહી છે. 4 જૂને રૂપિયા 8 કરોડની કિંમતનું 24.5 કિલો સોનું ઝડપાયું હતું. જેના 24 કલાકમાં બીજીવાર 47 લાખ રૂપિયાની કિંમતનું 1.39 કિલો સોનું ઝડપાયું છે. દુબઈથી સોનું લઈને આવેલો આ શખ્સ જ્યુસરની પ્લેટમાં સોનું સંતાડીને લાવ્યો હતો, ત્યારબાદ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સોનું લાવનાર શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
જો કે, 24 કલાકમાં બેવાર ઘટના બન્યા બાદ એરપોર્ટ કસ્ટમ વિભાગ પર સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે એરપોર્ટ તંત્રનું પણ નરમ વલણ રાખતું હોવાની શંકા વ્યક્ત કરાઇ રહી છે.