ETV Bharat / state

શ્રમિકોને સામાજિક અંતરનું જ્ઞાન નહીં ખોરાક આપોઃ હાઈકોર્ટ - હાઇકોર્ટ ગુજરાત

કોરોના મહામારીને લીધે જાહેર કરાયેલા લૉકડાઉન બાદ બેરોજગારી અને ભૂખમરીનો સામનો કરી રહેલા શ્રમિકોને ભોજન આપવા મુદ્દે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને ઇલેશ વોરાની ખંડપીઠે લોકોને વાઇરસની ચિંતા નહીં પરંતુ ખાવાની છે. જેથી સરકારે તેમની ખાવા-પીવાની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.

etv bharat
શ્રમિકોને સામાજિક અંતરનું જ્ઞાન નહિ પરંતુ ખોરાક આપો - હાઈકોર્ટ
author img

By

Published : May 14, 2020, 11:24 PM IST

અમદાવાદ: હાઇકોર્ટે જાહેર કરેલા મહત્વના આદેશમાં અવલોકન કર્યુ છે કે, સંકટના સમયમાં મતભેદ ભૂલી બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ સમયમાં શ્રમિક ગરીબ લોકોને સામાજિક સ્તરનું જ્ઞાન આપવાનો નથી કારણ કે એ લોકો સમજી શકશે નહીં. શ્રમિક અને ગરીબ વર્ગને કોરોના વાઇરસની નહીં, પરંતુ ખાવા-પીવાની સમસ્યા છે. સમાજના નબળા વર્ગને આવા સંકટના સમયમાં મદદ કરી તેને રાહત આપવી જોઈએ.

હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે રાજ્ય સરકાર 8500 સરકારી પરિવહનની બસનો ઉપયોગ કરે. શ્રમિકો પાસેથી ખાનગી બસના ભાડા પેટે રૂપિયા 2000થી 10 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું પણ જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સાથે જ રાજ્ય સરકાર બીજા અને ત્રીજા રાઉન્ડમાં રાશન કાર્ડ ધારક પરિવાર પ્રમાણે નહીં, પરંતુ વ્યક્તિ પ્રમાણે 1000 રૂપિયા કન્સ્ટ્રક્શન વર્કરને આપે તેવી પણ માંગ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં દાખલ કરેલી વિવિધ અરજીઓમાં અન્ય ઘણા મુદ્દાઓ જેમકે શિક્ષણ વિભાગ બોર્ડની પરીક્ષા અંગે સ્પષ્ટતા કરે, વાળ કાપવા માટેના સલૂન સહિત દુકાનો ક્યારે ખોલવામાં આવશે.

કોરોના વાઇરસને લઈને ટેસ્ટીંગ કેમ ઓછી થઇ રહી છે. સિવિલ હોસ્પિટલના કોરોના બેડ ભરાઈ ગયા હોવાથી સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા સહિતની માંગ સાથે અરજી પણ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.