આ બાબતે કોંગેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ કોંગ્રેસ દ્વારા મેયર બીજલ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મેયર બીજલ પટેલે કહ્યું કે આ ઘટનામાં કોર્પોરેશની કોઈ વ્યક્તિ જવાબદાર નથી. અને રહી વાત મારા રાજીનામાંની તો મારે ક્યારે રાજીનામુ આપવું જોઈએ એ કોઈએ મને જણાવવાની જરુર નથી.
રાઇડ તૂટવાની ઘટના પછી તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે.રાઈડમાં ક્યાં ખરાબી હતી અને તે ઉપરથી નીચે કઈ રીતે પડી હતી. એ તમામ મુદ્દે એફએસએલની ટીમે નિરીક્ષણ શરૂ કર્યું હતું. તપાસમાં એક સ્પેશિયલ ક્રેનનો પણ ઉપયોગ કરાયો છે. ક્રેનમાં બેસીને 40 ફુટ સુધી ઉપર જઈને એફએસએલની ટીમે ઉંડાણપૂર્વકની તપાસ કરી હતી.
રાઇડની ચારે તરફ એફએસએલ અને ફાયરની ટિમ નિરિક્ષણ કર્યુ છે. તપાસ પૂર્ણ થતાં એફએસએલની ટિમ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.