ETV Bharat / state

Ahmedabad Crime: વટવામાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં મિત્રએ કરી મિત્રની હત્યા - વટવામાં મિત્રનો ઝઘડો

અમદાવાદના વટવામાં જમવાની ડીશ ફેંકવા બાબતે થયેલી બબાલનો કરૂણ અંજામ આવ્યો હતો. અહીં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

Ahmedabad Crime: વટવામાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં મિત્રએ કરી મિત્રની હત્યા

author img

By

Published : Feb 22, 2023, 6:17 PM IST

જમવાની ડીશ ફેંકવા બાબતે થઈ હતી હત્યા

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વટવા જીઆઈડીસી વિસ્તારમાં 2 મજૂરો વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને એક મજૂરે બીજા યુવકને પથ્થરથી ફટકા મારી તેની હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Mahisagar Accident : લુણાવાડામાં ટેમ્પો ખાઈમાં ખાબક્યો, 5થી વધુ જાનૈયાઓના મોત

સામાન્ય બાબતે થઈ હતી બોલાચાલીઃ વટવા GIDC વિસ્તારમાં જમવાની ડીશ ફેંકવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને થોડા દિવસ પહેલા એક યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. મૃતક અને આરોપી સાથે રહેતા હતા. ત્યાં જ એક મજૂરે અન્યની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી અનુસાર, પારસ ઉર્ફે બટકા યાદવ નામના આરોપીએ તેની સાથે જ રહેતા અને મજૂરી કામ કરતા ઘનસિંહ રઘુનાથ ઠાકુરની હત્યા કરી નાખી હતી. આ હત્યા પાછળનું કારણ માત્ર એટલું હતું કે, આરોપીએ મૃતકને જમવાની ડીશ આપી ત્યારે મૃતક ઘનસિંગે તેનો ઘા કરી ફેંકી દીધી અને આરોપીને માર માર્યો હતો.

આવેશમાં આવીને આરોપીએ કરી હત્યાઃ 17મી ફેબ્રુઆરીએ રાત્રે મૃતકને ઊલટી થઈ હતી. ત્યારે આરોપી જાગી ગયો હતો અને મૃતક ઘનસિંહનું માથું દિવાલ સાથે અથડાવી તેને માર માર્યો હતો. જે સમયે મૃતકને માથામાંથી લોહી નીકળતા તે ફરી સુઈ ગયો અને બાદમાં આરોપીએ આવેશમાં આવીને બ્લોકના 2-3 ફટકા મારી દીધા હતા. ત્યારબાદ મૃતક અને આરોપી ત્યાં જ સુઈ ગયા હતા. જોકે, બાદમાં કોઈ વ્યક્તિઓએ 108ને જાણ કરી મૃતકને હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં બીજા દિવસે યુવકનું મોત થતા પોલીસે પોસ્ટમોર્ટ નોટના આધારે ગુનો નોંધી પારસ ઉર્ફે બટકાની ધરપકડ કરી છે.

આરોપીએ મૃતકના કપડા સંતાડી દીધા હતાઃ આરોપી હત્યા કર્યા બાદ મૃતકના લોહીવાળા કપડા અને ધાબળો સંતાડી દીધા હતા, જેથી આરોપીએ આ ગુનાને અંજામ આપ્યો છે તેવી કોઈને જાણ જ ન થાય. જોકે, આ મામલે પોલીસે અલગઅલગ રીતે તપાસ કરી ગુનામાં સામેલ હતા ત્યારે આરોપીની ધરપકડ કરી છે અને પકડાયેલા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat Crime : લાલુ જાલીમ ગેંગ ફરી સક્રિય, ગેંગના સભ્યની જ હત્યા કરવાનો કર્યો પ્રયાસ

આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના PI એન.ડી નકુમે જણાવ્યું હતું કે પહેલા લાશની ઓળખ થઈ ન હતી, પરંતુ બાદમાં તેની ઓળખ થતા અલગ અલગ દિશામાં તપાસ કરી ગુનામાં સામે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.