અમદાવાદમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તો ચાલે જ છે, પરંતુ સાથે સાથે થેલેસેમિયાના રોગીઓ માટે પણ ફ્રીમાં સારવાર આપવામાં આવે છે. 20 વર્ષથી આ સંસ્થામાં લોકોને સારવારમાં આપવામાં આવે છે. આ સંસ્થામાં 900 થેલેસેમિયાગ્રસ્ત લોકો વર્ષોથી સારવાર મેળવી રહ્યા છે. 6 માસના બાળકથી લઈને 36 વર્ષના યુવક સુધી રેડ ક્રોસમાં થેલેસેમિયાની સારવાર મેળવી રહ્યા છે.
રેડ ક્રોસ સોસાયટીની પાલડી ખાતેની બ્રાન્ચમાં થેલેસેમિયાગ્રસ્તની સારવાર આપવામાં આવી રહી છે. પીડિયાટ્રીશનની હાજરીમાં ખાસ સારવાર આપવામાં આવે છે. જેમાં AC રૂમ તથા મનોરંજન મળી રહે તે રીતે TV જોતા જોતા લોકોને સારવાર આપવામાં આવે છે. લોકોએ હોસ્પિટલ જેવો અનુભવ ના થાય તે માટે કલરફુલ પડદા અને બેડની ચાદરો રાખવામાં આવી છે. ઉપરાંત યુવાનોને બેઠા બેઠા સોફા પર જ સારવાર આપવામાં આવે છે.
સંસ્થામાં 1 બ્લડ ટ્રાસપરન્ટ યુનિટ પણ રાખવામાં આવ્યું છે, જેમાં નજીવા દરે બ્લડના ટેસ્ટ કરીને લોકોને આપવામાં આવે છે. થેલેસેમિયા બાળકો માટે ફ્રીમાં બ્લડ આપવામાં આવે છે. દર વર્ષે 1 થી 1.5 કરોડનો ખર્ચો થેલેસેમિયાના બાળકો માટે કરવામાં આવે છે. આ સંસ્થા માત્ર બ્લડ જ નથી આપતી પરંતુ તે સિવાય પેરા મીટર્સ જળવાય અને આર્યન કન્ટેન્ટના વધે તે માટેની પણ સારવાર આપે છે.ઉપરાંત બાળકોને દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે.
થેલેસેમિયાનો રોગ આમ તો ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે, પરંતુ ખાસ તો સિંધ પ્રદેશ અને કચ્છના આસપાસનાં વિસ્તારોમાં રહેતા લોકોને આ રોગ વધુ થાય છે. ગુજરાતમાં 7થી 8 હજાર લોકોને આ રોગ છે જ્યારે અમદાવાદમાં 1000 લોકોને આ રોગ છે. વાહનમાં પેટ્રોલની જરૂર પડે છે તેવી જ રીતે થેલેસેમિયાગ્રસ્ત લોકોને બ્લડની જરૂર પડે છે. કેટલીક વખત બ્લડની અછત સર્જાય છે ત્યારે તકલીફ વધી જાય છે.
ડિમ્પલ નામની 26 વર્ષીય યુવતી પણ સારવાર મેળવે છે તેની માતાએ જણાવ્યું હતું કે, તેઓ 16-17 વર્ષથી રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાયેલા છે. તેમને દર 15 દિવસે બ્લડની જરૂર પડે છે, જે રેડ ક્રોસમાં ફ્રીમાં આપવામાં છે. વિના મૂલ્યે ડોકટરની હાજરીમાં સારવાર પણ આપવામાં આવે છે. ઉપરાંત બહાર મોંઘી મળતી દવા પણ ફ્રી માં આપવામાં આવે છે. અમાન મન્સૂરી 17 વર્ષનો છે, તેના પિતા સબ્બીરે જણાવ્યું હતું કે, તેઓ 14 વર્ષથી રેડ ક્રોસ સોસાયટી દ્વારા ફ્રીમાં સારવાર મેળવી રહ્યા છે. નિષ્ણાત ડોકટરોની હાજરીમાં ઈલાજ કરવામાં આવે છે. તેમના દીકરાને પણ દર 15 દિવસે બ્લડની જરૂર પડે છે જે ફ્રી માં મળી રહે છે અને સારી સારવાર મળે છે.