અમદાવાદઃ ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાન અને ગિરસોમનાથ જિલ્લાના ભાજપના નેતા જસા બારડને હાઈકોર્ટમાં કોઈ રાહત મળી નથી. જેના કારણે એમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થયો છે. જસા બારડ અને તેમના દીકરા સામે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથેની જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે આ કોમ્પ્લેક્સમાં સીલ લગાવી દેવામાં આવશે એવો વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો.
સીલ હટાવવા માંગઃ નેતા જસા બારડે કોમ્પ્લેક્સ અને દુકાનોમાંથી સીલ હટાવી દેવાની માંગની સાથે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ હાઈકોર્ટ કે તેમની આ રજૂઆતને માન્ય રાખી નથી. જેના કારણે બિલકુલ પણ રાહત મળી નથી. તેમને અત્યારે કોમ્પ્લેક્સને સીલ કરવાનો હુકમને યથાવત રાખ્યો છે. જેના કારણે તેમને બીજી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમગ્ર બનાવ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરનો છે .પૂર્વ પ્રધાન જસા બારડ અને તેમના પુત્ર દિલીપ બારડે કર્મશિયલ બાંધકામ કરીને દુકાનો બનાવી નાખી છે.
રમતના મેદાનની જગ્યાઃ જ્યારે સરકારે આ જમીન વર્ષ 2017 માં રમતગમતના મેદાન માટે ફાળવી હતી. પરંતુ વર્ષ 2017 થી પિતા અને પુત્ર એ ભાડાપટ્ટી દુકાનો આપીને વેચાણ કરવામાં આવતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ સાથે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી. જેની તંત્ર સામે રજૂઆત કરાતા કોઈ પ્રકારે ઊંડી તપાસ થઈ ન હતી. આ સિવાય જે તે જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ જ પ્રકારના કાયદાકીય કે તંત્ર તરફથી એક્શન પણ લેવાયા ન હતા. આ સરકારી જમીન હતી. જેના પર બાંધકામ કરી નાંખ્યું હતું. જે હકીકતમાં સરકારે મેદાન અને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે જમીન ફાળવી હતી. જમીનનો હેતું ફેરવીને પોતાની રીતે બાંધકામ કરી દેતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
આદેશપાલનનો નિર્દેશઃ આ સાથે જ જસા બારડ અને તેમના દીકરા સામે ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા. ઘણા સમયથી આ જે કેસ હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો હતો ત્યારે હવે હાઇકોર્ટે તમામ ગેરકાયદેસર રીતે જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે તેને તેમજ જે પણ દુકાનો અને ભાડા પટ્ટી રૂપે આપેલી છે તેને સીલ કરવાનો આદેશ આપ્યો છે અને જ્યાં સુધી હાઇકોર્ટનો આગામી હુકમ ના થાય ત્યાં સુધી હાઇકોર્ટના આદેશનો પાલન કરવાનો પણ નિર્દેશ આપ્યા છે. ભૂતકાળમાં આ કેસોની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ રાજ્ય સરકાર ,જિલ્લા કલેકટર અને પીજીવીસીએલના સહિત લોકોને નોટિસ ઇસ્યુ કરી હતી.અને આ મામલે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા હતા.