અમદાવાદ : પૂર્વ IPS સંજીવ ભટ્ટને ગુજરાત હાઇકોર્ટે 27 વર્ષ જૂના ડ્રગ પ્લાન્ટિંગ કેસને સંજીવ ભટ્ટે ટ્રાયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. સંજીવ ભટ્ટે જણાવ્યું કે, જે હાલ જે જસ્ટિસ સમક્ષ કેસ ચાલી રહ્યો છે તેમાં ન્યાયિક સુનાવણી થઈ રહી નથી તેથી તેનો કેસ અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવો જોઈએ. તેમજ ટ્રાયલ કોર્ટને હાઇકોર્ટ આદેશ આપે કે તેમની અરજીઓ પર નવેસરથી સુનાવણી કરવામાં આવે. ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ જસ્ટિસ સમીરદવેની ખંડપીઠ સંજીવ ભટ્ટની આ અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે, તેમની આશંકા એકદમ પાયાવિહોણી છે. આ સાથે જ તેમની અરજી ફગાવી દીધી હતી.
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો પૂર્વ IPS સંજીવ ભટ્ટે 1996માં પાલનપુરની એક હોટલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્ઝ પ્લાન્ટ કર્યું હતું. તેની પાસે સંજીવ ભટ્ટે દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો કારસો ઘડ્યો હતો. પરંતુ આ કારસામાં તેઓ પોલીસના પદે ખોટી રીતે પોતાની સત્તાનો દુરૂપયોગ કરતા ઝડપાઈ જતા તેમના ઉપર વર્ષ 2018માં કેસ નોંધાયો અને તેમની NDPS અંતર્ગત 5 સપ્ટેમ્બર 2018ના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી.
27 વર્ષ જૂના કેસમા અરજી ફગાવી : અત્રે મહત્વનું છે કે સંજીવ ભટ્ટ આ જ કેસ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી પણ દાખલ કરી ચૂક્યા છે. જોકે આ રિવિઝન અરજીને પણ ગુજરાત હાઇકોર્ટ ફગાવી દીધી છે. આજ કેસ અંતર્ગત સંજીવ ભટ્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં તેમણે સુપ્રીમ કોર્ટે પણ આરજીને વ્યર્થ ગણાવી હતી અને સંજીવ ભટ્ટને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
વડાપ્રધાનને બદનામ કરવાના કેસમાં પણ સામેલ : અત્રે નોંધનીય છે કે હાલ સંજીવ ભટ્ટ સામે વર્ષ 2002ના ગુજરાત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાના રમખાણના કેસ સંદર્ભે અમદાવાદ સીટી સિવિલ સેશન્સકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં સંજીવ ભટ્ટે આ કેસમાંથી ડિસ્ચાર્જ મેળવવા માટે અરજી દાખલ કરી છે. જોકે હાલ આ અરજી પર કેસમાં સુનાવણી ચાલી રહી છે.