અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે "ફલાવર શો" નું આયોજન કરવામાં આવ્યું (flower show in ahmedabad) છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા ફ્લાવર શોને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ફ્લાવર શોની મુલાકાત લીધી હતી .અને G-20 થીમ આધારિત સકલ્ચરની તેમજ માહિતી પણ મેળવી હતી. ફ્લાવર્સ અને વિશેષતાની વાત કરવામાં આવે તો આ વખતે ફ્લાવર શોમાં મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે.
ફ્લાવર શોમાં મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર: 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર ફુલો-છોડની પ્રદર્શની વાઇલ્ડ લાઇફ થીમ આધારીત જુદા જુદા સ્કલ્પચર, સંજીવની પર્વત સાથેનાં હનુમાનજીની પ્રતિકૃતિ, ધનવંતરી ભગવાન અને ચરક ૠષિનાં સ્કુલ્ચરો વેજીટેબલ તથા ફુટનાં જુદા જુદા સ્કલ્પચર છે. જુદી જુદી વેરાયટીઓ જેવી કે ઓર્કીડ, રેનેસ્ક્યુલસ, લીલીયમ, પીટુનીયા, ડાયન્થસ જેવા 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફુલો-છોડની પ્રદર્શની પણ છે. ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ છે.
ફ્લાવર શો ને આજથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો: અમદાવાદના શહેરના આકર્ષણ એવા ફ્લાવર શો ને આજથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં લગભગ કોરોનાના અંતરાલ બાદ બે વર્ષ પછી ફ્લાવર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી ચાલુ છે તો ફ્લાવર શો બહાર જાન્યુઆરી સુધી ચાલશે જો કે કોરોનાની ચિંતા જ છે આજથી જે ફ્લાવર શો ચાલુ થયો છે તેમાં ફરજિયાત પણે માસ્ક વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં નહીં આવે તેવી પણ તકેદારી રાખવામાં આવી છે. ઉદ્ઘાટન બાદ મુખ્યપ્રધાને તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર,હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ,બાર્બી ડોલ જેવા અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને લોકોનું આકર્ષણ બની રહ્યા છે.
આ પણ વાંચો: શું ફ્લાવર શૉ કોરોના માટે રેડકાર્પેટ પાથરશે? તંત્રના આંખ આડા કાન
અમદાવાદ ફ્લાવર શો 2023માં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલો: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જણાવ્યું હતું કે, કોરોનાના બે વર્ષ બાદ આજે અમદાવાદમાં પ્રવચનનું આયોજન થયું છે જેમાં તમામ લોકોએ ખૂબ જ સારી રીતે આ ફ્લાવર શોના વ્યવસ્થિત અને સુંદર રહે તે થાય તે માટે મહેનત કરી છે. ફ્લાવર શો એ હંમેશા થી મુલાકાતિઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જોકે કોરોનાને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોમાં આવતા દરેક મુલાકાતિઓ માટે ફરજિયાત પણે માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ પણ કરવાનો રહેશે. આ ઉપરાંત, અમદાવાદ ફ્લાવર શો 2023માં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલો જેવા કે સેવંતી, ગલગોટા, વર્બેના, પિટુનીયા, ડાયનેલા, એકેલીફા, ડાયએન્થસ, કોલીયસ, પોઈન્સેટીયા, કેલે લીલી, ગજેનીયા, પેન્ટાસ , એન્ટીરહિનયમ, સિલ્વર ડસ્ટ, ડહાલિયા, સિલોસીયા, સાલ્વિયા રેડ અને તેમાંથી બનેલા વિવિધ સ્કલ્પચર સહિત વિવિધ ફાર્મ અને નર્સરી, બાગાયતી ફૂલછોડ, ગાર્ડનિંગ અને કિચન ગાર્ડન ફ્લાવર અને છોડ સહિત ગાર્ડનીંગ ઉપકરણોના પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ મુલાકાતીઓ માટે અનેરું આકર્ષણ રહેશે.
આ પણ વાંચો: દમણના નિર્માણ દિવસ નિમિત્તે ફ્લાવર શૉ-હેરિટેજ એક્ઝિબિશન બન્યું આકર્ષણનું કેન્દ્ર
આ ઉદ્ઘાટન પ્રસંગે આ ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા: ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમૂલભાઈ ભટ્ટ, કંચનબેન રાદડીયા, ડૉ. પાયલ કુકરાણી, દિનેશભાઈ કુશવાહ, બાબુસિંહ જાદવ, કૌશિક જૈન, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, કોર્પોરેટરો, AMCના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.