મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 63 કરોડના ખર્ચે નિર્માણ થનાર મલ્ટીલેવલ પાર્કિંગ ફાયર સ્ટેશન અને ફાયર કર્મચારીઓ માટેના સ્પોર્ટસનું ડિજીટલી ખાતમુહુર્ત કર્યું તે સાથે સ્લમ વિસ્તારના નાગરિકોને આરોગ્ય સેવા માટે રૂપિયા ૮૪.40 લાખના ખર્ચની 5 મોબાઇલ મેડિકલ વાનનું પ્રસ્થાન કરાવ્યું.
આ પ્રસંગે અમદાવાદનાં મેયર પટેલે જણાવ્યું કે પુસ્તક જ જ્ઞાનનો ફેલાવો કરી શકે છે. પુસ્તક તમારી પાસે હોય તો તમે એકલતા અનુભવી શકતા નથી પુસ્તક શાંતિ અને શાતા આપે છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા પાણી રસ્તા ગટર જેવી મૂળભૂત સેવાઓ ઉપરાંત પરિવહન સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ સાથે પુસ્તકમેળા જેવી સેવાઓ નગરજનોને પૂરી પાડે છે.
મુખ્યપ્રધાન એ આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ કવિ સંમેલન સાહિત્ય ગોષ્ઠિ જેવા ઉપક્રમો થી હોલિસ્ટિક લિટરેચર ફેસ્ટિવલનો લાભ શહેરીજનોને મળે તેવી આશા વ્યક્ત કરી હતી વધારેમાં જણાવ્યું કે ગાંધીજીએ રસ્કિન આ પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ નેલ્સન મંડેલાએ ગાંધીજીના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી આમ પુસ્તકો જ માનવીની પ્રગતિ માટે પ્રેરણારૂપ બની રહે છે.
મુખ્યપ્રધાનની આ અવસરે ફ્લોટિંગ લાઇબ્રેરી નું નવું નજરાણું શહેરીજનોને ભેટ ધર્યું હતું જેના દ્વારા શહેરના નાગરિકો રિવરફ્રન્ટની આહલાદકતા વચ્ચે પુસ્તક વાંચવાનો આનંદ ઉઠાવી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન વચ્ચે થયેલ કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટ શહેરમાં કાર્બન ઉત્સર્જન માં ઘટાડાનો રોડમેપ તૈયાર થવા સાથે અમદાવાદ રહેવા અને માણવા લાયક શહેર બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાને ધરાવ્યો હતો