ETV Bharat / state

અમદાવાદ પોલીસ દ્વારા ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો, શહીદ પોલીસકર્મીના પરિવારનું કરાયું સન્માન - Ahmedabad Police

સમગ્ર દેશમાં ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાહીબાગ ખાતે આવેલ પોલીસ સ્ટેડીયમ ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનોએ પરેડ યોજી સ્વાવતંત્ર દિવસની ઉજવણી કરી હતી.

અમદાવાદ પોલીસ દ્વારા ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો, શહીદ પોલીસકર્મીના પરિવારનું કરાયું સન્માન

author img

By

Published : Aug 15, 2021, 1:38 PM IST

  • અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો
  • કોરોનાકાળમાં જે પોલીસકર્મીઓ મોતને ભેટ્યા તેમના પરિવારનું સન્માન કરાયું
  • જે પોલીસકર્મીઓ સારી કામગીરી છે તેમને પણ સન્માન પત્ર એનાયત કરાયા

અમદાવાદ: શહેર પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કોરોના કાળમાં જે 19 પોલીસ કર્મીઓ મોતને ભેટયા છે તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જે પોલીસ કર્મીઓએ સારી કામગીરી કરી છે. તે પોલીસ જવાનોને પોલીસ કમિશનર દ્વારા સાલ અને પુષ્પા આપીને સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે કેટલાક શહીદ પોલીસ જવાનોના પરિવારને વળતર પેટે ચેક આપવામાં આવ્યો હતો. જ્યારે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ એવોર્ડ પામનાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓને પણ સન્માનિત કરાયા હતા.

આ પણ વાંચો: રાજયકક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે, જુઓ.. ક્યા જિલ્લામાં ક્યા પ્રધાનો રહેશે હાજર

અમદાવાદ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું

આ પ્રસંગે અમદાવાદ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન જે પોલીસ કર્મીઓ મોતને ભેટ્યા છે. તેમના પરિવારની જવાબદારી અમારી રહેશે. આ ઉપરાંત તેમણે 25 લાખનો સરકાર દ્વારા ચેક પણ આપવામાં આવ્યો છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા તેમના બાળકો જ્યાં સુધી ભણશે, ત્યાં સુધી તમામ ખર્ચ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવશે, ત્યારે તેઓને ખાતરી પણ આપવામાં આવી હતી કે, તેમના પરિવારમાંથી કોઈપણ એક સભ્યને પોલીસ બેડામાં નોકરી આપવામાં આવશે.

આ પણ વાંચો: એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી

ગ્રાઉન્ડમાં પોલીસ બેન્ડ સાથે પરેડ યોજવામાં આવી

આ પ્રસંગે પોલીસ કમિશનર દ્વારા જનતાને કહેવામાં આવ્યું કે, અમે તમારી સાથે જ છીએ તમે પણ પોલીસને સપોર્ટ કરો, ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો દ્વારા ગ્રાઉન્ડમાં પોલીસ બેન્ડ સાથે પરેડ યોજવામાં આવી હતી, ત્યારે અમદાવાદ કમિશનરથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સાથે જ જેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તે પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે, આ અમારું સન્માન નથી આ પોલીસનું સન્માન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.