આ રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ના બને તેને લઈને અગમચેતીના ભાગરૂપે મંદિર પ્રશાસન દ્વારા દોઢ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર ભક્તોને સામેથી દર્શન આપવા નીકળે છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની રથયાત્રામાં જોડાતા હોય છે. ત્યારે આ રથયાત્રામાં કોણ સામેલ થશે, શું પ્રસાદ રહેશે તે અંગે ચર્ચા કરવામાં આવી છે. જે નીચે મુજબ છે..
આ રથયાત્રામાં ખાસ
- 16 થી 17 શણગારેલા ગજરાજ
- અંગ કસરતના દાવપેચ સાથે 30 અખાડા
- 18 ભજન મંડળીઓ
- 200 જેટલા સાધુ સંતો
- રથ ખેંચતા 1200 ખલાસીઓ
- લાખો ભક્તોની જનમેદની
રથયાત્રાની પ્રસાદી
- 30 હજાર કિલો મગ પ્રસાદ
- 500 કિલો જાંબુનો પ્રસાદ
- 300 કિલો કેરીનો પ્રસાદ
- 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ
- 2 લાખ ઉપેર્ણા પ્રસાદ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સાથે જ શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે મંદિર પ્રશાસન તકેદારી રાખી રહ્યું છે.