ટૂંક સમયમાં આ ફેમિના મિસ ઈન્ડિયા-2019નું આયોજન કરવામાં આવશે. જેના ભાગરૂપે મિસ ઈન્ડિયા-2019 ગુજરાત ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓડિશનમાં 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ફાઈનલ 13નું શનિવારે ઓડિશન લેવામાં આવ્યું હતું. આ રેમ્પવોકક્વેશ્ચચન આન્સર સેશન રાખવામાં આવ્યું હતું. આ સેશનમાં જજ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને જવાબો તથા સ્પર્ધકનો દેખાવ, તેનું ચાલવાનું, ડ્રેસિંગ સેન્સ ઓફ હ્મુમર વગેરેને ધ્યાનમાં રાખીને જજ દ્વારા 3 ફાઈનાલિસ્ટ નક્કી કરવામાં આવ્યા હતા.આ ફાઈનલ કરાયેલા સ્પર્ધકો આગળના રાઉન્ડ માટે ક્વોલિફાઈડ થઈવેસ્ટ ઝોન ફેમિના મિસ ઈન્ડિયા-2019માં ભાગ લેશે.
આ પ્રસંગે ગુજરાતી ફિલ્મની લોકપ્રિય કલાકાર ભક્તિ કુબાવત જજ તરીકે હાજર રહ્યાં હતા.તેમણે ભાગ લેનાર કન્ટેસ્ટન્ટ સાથે વાતચીત કરીને સૌને ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.