•બિલ્ડ કોઇન પ્લાન્ટથી ખેતીના ઉભા પાકને નુકસાન
•ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
•ખેડૂતોએ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી
વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પાસે કપચીના પ્લાન્ટથી ધૂળ ઉડતા ખેતીને નુકસાન, ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર અમદાવાદ: વિરમગામ અમદાવાદ ડાઇવર્ઝન બાઇપાસ રોડ પાસે કચ્છ ભુજ ડાયવર્ઝન રોડ ઉપર સરસ્વતી બિલ્ડ કોઈન પ્લાન્ટ (કપચીનો ભરડો) આશરે ત્રણ વર્ષથી કાર્યરત છે. આ પ્લાન્ટમાંથી ઉડતી ધૂળ, ડામર અને કેમિકલની રજ ઉભા પાક ઉપર પડતા પાક સુકાઈ જાય છે. પવન જે દિશામાં ફુંકાય તે દિશામાં રજ ઉડતા આજુબાજુના અંદાજિત 100 વીઘા જેટલી જમીનમાં ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ ગયા છે.
વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પાસે કપચીના પ્લાન્ટથી ધૂળ ઉડતા ખેતીને નુકસાન, ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરીઆ પ્લાન્ટના હિસાબે પાક નિષ્ફળ થતા ખેડૂતોએ અવાર-નવાર પ્લાન્ટના માલિકને રજૂઆત કરી છે અને લોકડાઉન પહેલા પણ ખેડૂતોએ મામલતદારને જાણ કરી હતી. પરંતુ આ વાતનું નિરાકરણ ન આવ્યું.
આ વાતનો નિકાલ નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યામાર્ગે આમરણાંત ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારી
ખેડૂતોએ આવેદનપત્રની નકલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર, મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર, કૃષિ મંત્રી આર.સી.ફળદુ ગાંધીનગર, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં નકલ રવાના કરી વિરમગામ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે તાત્કાલિક ધોરણે પ્લાન્ટ બંધ નહીં થાય તો ખેડૂતો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે..