મળતી માહિતી મુજબ, વાડજ સર્કલ પર ટ્રાફિકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અખિલેશ યાદવ તિવારી ફરજ પર હતા. જે દરમિયાન એક ગાડી પસાર થઈ. જેના કાચ પર કાળા કલરની ફ્રેમ લાગી હતી. જેથી તેમણે ગાડી રોકીને ગાડીચલાકને મેમો આપવાનું કહ્યું હતું. મેમોની રકમથી બચવા ગાડી ચાલકે પોતાની ઓળખ એન.કે.દેસાઈ બતાવી ACBમાં કોન્સ્ટેબલ હોવાનું જણાવ્યું હતું. ત્યારે આઈકાર્ડ માગતા સિવિલ ડ્રેસમાં ફોટાવાળું ACBનું આઈકાર્ડ આપ્યું હતું. આરોપી પર ટ્રાફિક પોલીસ અખિલેશ તિવારીએ ઉલટ તપાસ કરી હતી. જેમાં આ નામનો કોઈ વ્યક્તિ ACBમાં ફરજ બજાવતો ન હોવાનું અને આઈકાર્ડ પણ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આરોપી વિરુદ્ધ IPCની 170,465,468,471 કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી છે. તેમજ આરોપી ACBનું આઈકાર્ડ ક્યાંથી લાવ્યો અને કોની પાસે બનાવડાવ્યું તથા આ આઈકાર્ડનો ક્યાં ઉપયોગ કર્યુ છે. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.