અમદાવાદ: શહેરના લાંભામાં શિવકુમાર પ્રસાદ નામનો શખ્સ એલોપેથીની સારવાર કરતો હતો. ડૉક્ટર પાસેથી ઈન્જેક્ટેબલ મટિરિયલ અને દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડૉક્ટર સ્થાનિક લોકોને બિમારીના સમયે દવાઓ આપવા સુધી જ નહીં, પરંતુ ઈન્જેક્શન આપવા, બોટલ ચડાવવી તેમજ ટાંકા લઈને પણ સારવાર કરી આપતો હતો. કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે ક્લિનિકમાં બાયો મેડિકલ વેસ્ટની પણ કોઈ વ્યવસ્થા નહોતી.
ડૉક્ટરનો દાવો છે કે, તેની પાસે બિહારની ડિગ્રી છે. તેણે આયુર્વેદિક મેડિલક કાઉન્સિલ ઓફ પટનાની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. જેમાં લખ્યું છે કે, તે ભારતમાં ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકે છે. જો કે, પોતેએ પણ સ્વીકારી રહ્યો છે કે, ગુજરાતમાં પ્રેક્ટિસ માટે 2 વખત મંજૂરી માગી હતી, પરંતુ હજૂ સુધી મંજૂરી મળી નથી અને ત્રીજી વખત અરજી કરેલી છે.