ETV Bharat / state

અમદાવાદની 206 સ્કૂલોમાં NASની પરીક્ષા લેવાઈ, દેશભરમાં એચિવમેન્ટ સર્વેના ભાગરૂપે લેવાય છે પરીક્ષા - સર્વે અને પરીક્ષા

ભારત સરકાર દ્વારા દર 3 વર્ષે દેશભરમાં એચિવમેન્ટ સર્વે (Achievement Survey) યોજાય છે, જેમાં ધોરણ 3,5,8 અને 10ના વિદ્યાર્થીઓની ક્ષમતા આઉટક્રમ આધારિત દેશનો સૌથી મોટો સર્વે છે. છેલ્લે 2017-18માં સર્વે યોજાયો હતો. કોરોનાને કારણે 2020માં પરીક્ષા લેવાઈ ન હતી. હવે આ વર્ષે સર્વે યોજાઇ રહ્યો છે. જેમાં અમદાવાદની 206 સ્કૂલોના (206 schools of Ahmedabad) વિદ્યાર્થીઓ NASની પરીક્ષા (Examination of NAS) આપી હતી. ગુજરાતમાં 6 હજાર શાળાઓમાં સેન્ટરમાં પરીક્ષા લેવાઈ હતી.

Examination of NAS
Examination of NAS
author img

By

Published : Nov 13, 2021, 2:18 PM IST

  • અમદાવાદમાં 206 સ્કૂલોમાં NAS પરીક્ષા લેવાઈ
  • ભારત સરકાર દ્વારા દર 3 વર્ષે દેશભરમાં એચિવમેન્ટ સર્વે યોજાય છે
  • ધોરણ 3,5,8 અને 10ના વિદ્યાર્થીઓની ક્ષમતા આઉટક્રમ આધારિત દેશનો સૌથી મોટો સર્વે

અમદાવાદ: આ વર્ષે દિવાળી વેકેશન દરમિયાન 12 નવેમ્બર NASની પરીક્ષા યોજાઈ રહી છે. દિવાળી વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે. 2020માં આ પરીક્ષા યોજાવવાની હતી પરંતુ કોરોનાને કારણે પરીક્ષા યોજાઈ શકી ન હતી. જેથી આ વર્ષે પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અમદાવાદની 206 સ્કૂલો (206 schools of Ahmedabad) પસંદ કરવામાં આવી હતી, જેમાં AMC સ્કૂલ બોર્ડ હસ્તકની 25 સ્કૂલોના 2042 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. શુક્રવારે સવારે 10 વાગ્યાથી પરીક્ષા (Examination of NAS) શરૂ થઈ હતી, જેમાં ધોરણ પ્રમાણે અલગ અલગ સમય રાખવામાં આવ્યો હતો.

અમદાવાદની 206 સ્કૂલોમાં NASની પરીક્ષા લેવાઈ

આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

ગુજરાતમાં કુલ 6064 સ્કૂલોમાં આ સર્વે યોજાયો હતો

આ પરીક્ષા (Examination of NAS) અને સર્વે (Achievement Survey) માટે કેટેગરી મુજબ સ્કૂલો અને વર્ગોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતમાં કુલ 6064 સ્કૂલોમાં આ સર્વે યોજાયો હતો. ધોરણ 3માં ભાષા, ગણિત અને પર્યાવરણ, ધોરણ 5માં ભાષા, ગણિત અને પર્યાવરણ, ધોરણ 8માં ભાષા, ગણિત, વિજ્ઞાન, સા. વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષા યોજાશે તથા ધોરણ 10માં પણ મુખ્ય વિષયોની પરીક્ષા યોજાઈ હતી.

આ પણ વાંચો: સરથાણામાં જ્વેલર્સના દરવાજે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું, વેપારીએ શો- રૂમ બંધ કરી દેવો પડ્યો

સામાન્ય પરીક્ષા કરતા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા

આ સર્વે અને પરીક્ષા (Examination of NAS)થી જે- તે રાજ્ય અને જિલ્લામાં વિષય વાર પરફોર્મન્સ જાણી શકાશે. આ સર્વે (Achievement Survey) ના આધારે શિક્ષકો, સુપરવાઈઝરી સ્ટાફની તાલીમ નિયત થશે. DIET, GCERTની કેપેસિટી બીલ્ડ કરી શકાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 ને ટ્રેક કરવામાં મદદ થશે. આ પરીક્ષા કેન્દ્રના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી હોવાથી પરીક્ષા કેન્દ્ર પર નિરિક્ષકો પણ મૂકવામાં આવ્યા હતા, જેથી પરીક્ષા કેન્દ્ર પર્ સામાન્ય પરીક્ષા કરતા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.