ETV Bharat / state

Gujarat High Court Stay on Arrest : ગુજરાત હાઇકોર્ટે આ પૂર્વપ્રધાનની ધરપકડ પર 17મી સુધી મનાઈ હુકમ આપ્યો

ગુજરાતના પૂર્વપ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર પર રાજસ્થાનમાં છેડતીના કેસ સંદર્ભે હાઇકોર્ટનો મોટો ઓર્ડર સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ પ્રાંતિજના ધારાસબ્ય ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર 17 ફેબ્રુઆરી સુધી મનાઈ હુકમ ફરમાવ્યો છે. સાથે સિહોરના ડીસીપીને નોટિસ ઈસ્યુ કરી છે.

Gujarat High Court Stay on Arrest : ગુજરાત હાઇકોર્ટે આ પૂર્વપ્રધાનની ધરપકડ પર 17મી સુધી મનાઈ હુકમ આપ્યો
Gujarat High Court Stay on Arrest : ગુજરાત હાઇકોર્ટે આ પૂર્વપ્રધાનની ધરપકડ પર 17મી સુધી મનાઈ હુકમ આપ્યો
author img

By

Published : Feb 7, 2023, 9:17 PM IST

અમદાવાદ : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં પોકસો અને એટ્રોસિટી સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં ધારાસભ્ય દ્વારા જામીન માટે હાઇકોર્ટમાં જે અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપી છે. ધારાસભ્યની 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

17 ફેબ્રુઆરી સુધીના આગોતરા જામીન મંજૂર : ગુજરાતના પૂર્વપ્રધાન અને હાલના પ્રાંતિજના ધારાસભ્ય સામે રાજસ્થાનમાં પોકસો અને એટ્રોસિટી સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે તેમની ધરપકડ કરવા માટે થઈને રાજસ્થાન પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા કરેલી જામીન અરજીના કારણે હજુ સુધી ગજેન્દ્રસિંહ પરમાર ધરપકડથી બચી રહ્યા છે. ત્યારે આજે હાઇકોર્ટે ધારાસભ્યના 17 ફેબ્રુઆરી સુધીના આગોતરા જામીન મંજૂર કરતા તેમને આંશિક રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો Gujarat Crime News : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુરોડમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો

સિહોરના ડીસીપીને નોટિસ ઈસ્યુ : તો બીજી બાજુ આ સમગ્ર મામલે ધારાસભ્યએ પોલીસ તપાસમાં મદદ કરવાની બાંહેધરી પણ આપી છે. આગામી 17 ફેબ્રુઆરી સુધી ગજેન્દ્રસિંહની ધરપકડ નહીં થાય. પરંતુ તેમને તપાસના સહયોગ આપવા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે પોલીસને વિગત જણાવવા માટે અથવા તપાસ માટે જવાની તૈયારી પણ બતાવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સિહોરના ડીસીપીને નોટિસ ઈસ્યુ કરી છે.

શું છે સમગ્ર મામલો? : વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં ગજેન્દ્રસિંહ પરમાર પીડિતા અને તેની માતા જેસલમેર જઈ રહ્યા હતા. ત્યારે આબુ રોડ પર પીડિતાના માતાની તબિયત ખરાબ થતા ગાડી ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રીને આઇસ્ક્રીમ ખવડાવવાના બહાને શારીરિક છેડછાડ કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ જેસલમેર જવાની બદલે તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા હતા અને આ સમય દરમિયાન ગજેન્દ્રસિંહ વિરુદ્ધ મહિલાએ કરેલા શારીરિક શોષણના આક્ષેપને લઈને ગુનો નોંધાવતા કેસ ચાલતો હતો.

આ પણ વાંચો Gujarat High Court : ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને હાઇકોર્ટે વચગાળાના જામીન કર્યા મંજૂર

આત્મહત્યા કરવાનો પ્રયાસ : જોકે મહિલા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેને આ કેસને લઈને સતત ધમકી મળતી હતી. જેને કારણે તેને માર્ચ 2022 માં સતત ધમકીઓના કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહત્વનું છે કે આ ઘટનામાં સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ તો ચાલુ જ છે : અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પૂરતી તો હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપી છે. જોકે આ કેસની પોલીસ તપાસ તો ચાલુ જ છે ત્યારે આગામી સમયમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે તો જોવું જ રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.