- ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ
- 48 વૉર્ડના મતદાન માટેના બેનરો મતદાન મથક પર લઈ જવાયા
- આવતીકાલે મતદાન મથક પર evm પોહચડવામાં આવશે
અમદાવાદઃ 21 ફ્રેબ્રિઆરીના રોજ મહાનગરોમાં મતદાન હોવાથી ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મતદાન માટેના બેનરો મતદાન મથક પર લઈ જવામાં આવ્યા છે. જ્યારે 48 વૉર્ડના મતદાન મથક પર આવતીકાલે evm પોચાડવામ આવશે. જેમાં અલગ અલગ 16 જગ્યાએથી evm ડિસપેચ અને રિસઇવિંગની કામગીરી કરવામાં આવશે. જ્યારે તંત્ર દ્વારા હેલ્પલાઇન સેન્ટર પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. મતદાર ઇલેક્સનને લગતી માહિતી પૂછી શકશે.
ચૂંટણીપંચ દ્વારા અનેક તૈયારીઓ શરૂ
ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા અનેક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે બેનરો મતદાન મથક પર પહોંચડવાની કામગીરી આજે પૂર્ણ કરી દેવામાં આવશે અને EVM મશીન આવતીકાલે પહોંચડવામાં આવશે, ત્યારે 48 વૉર્ડમાં કોઈ પણ મતદારને તકલીફ ન પડે તે માટે હેલ્પલાઇન સેન્ટર ખુલ્લું મુંકવામાં આવ્યું છે. જ્યારે આ સેન્ટરમાં 5 સભ્યોની ટિમ કામ કરશે. જ્યારે ઇલેક્સનને લાગતી તમામ માહિતી મતદાર આ હેલ્પલાઇન નંબર પરથી જાણી શકશે, ત્યારે દરેક સોસાયટીના ગેટ પર બેનરો પણ લગાવવામાં આવશે. જેથી કરીને કોઈ પણ મતદારને કોઈ મુશ્કેલી ન પડે.