- શહેરમાં સિનેમાઘરો અનલોક થયા
- સરકારની એસ.ઓ.પી. પ્રમાણે દરેક ગાઈડલાઈનનું પાલન ફરજિયાત
- નવી ફિલ્મ ના આવે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મનો શૉ ચલાવાશે
અમદાવાદઃ જિલ્લામાં સિનેમાઘરો અનલોક થયા છે પરંતુ પ્રેક્ષકોને ગેરહાજરીએ સિનેમાઘરોની રોનકને ઓછી કરી હતી. કારણ કે, કોરોનાના ડરને કારણે પ્રેક્ષકો આવ્યા ન હતા, પરંતું સિનેમાં માલિકોનું કહેવું છે કે, હજી શરૂઆત છે. ધીરે ધીરે પ્રેક્ષકો આવશે અને થિયેટરો ફરીથી ધમધમશે.
આજે અમદાવાદના વાઈડ એંગલના ડાયરેક્ટર રાકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રેક્ષકોએ ડરવાની જરૂર નથી અને સિનેમાઘરોમાં સેનેટાઈઝેશન માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગની સરકારની એસ.ઓ.પી. પ્રમાણે દરેક ગાઈડલાઈનનું પાલન કર્યું છે સાથે જ ફિલ્મની ટિકિટ પણ ઓનલાઇન વેચી રહ્યા છે.
ગુજરાતી ફિલ્મના શૉ આ સિનેમાઘરોમાં ચલાવવામાં આવ્યા હતા અને હજી થોડા દિવસ જ્યાં સુધી હિન્દી અને અંગ્રેજી ફિલ્મોને મંજૂરીના આવે ત્યાં સુધી આપણા જ ગુજરાતી ફિલ્મો બતાવવામાં આવશે. ઇ ટીવી ભારત દ્વારા અમદાવાદ ખાતેના વાઈડ એંગલની ખાસ મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.
વડોદરા: અનલોક-5માં આજથી એટલે કે ગુરુવારથી સમગ્ર દેશના મલ્ટિપ્લેક્સ-થિયેટર્સ શરૂ કરી દેવામાં આવ્યાં છે, ત્યારે થિયેટર માલિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની સીટિંગ વ્યવસ્થા સાથે થિયેટર્સ શરૂ કર્યાં છે.