ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયનના અમરીશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં અને રાજ્યમાં હાલમાં બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને છઠ્ઠા પગાર પંચ મુજબ મજદૂરોને ઓછામાં ઓછું વેતન 14 હજાર હોવુ જોઈએ અને સાતમાંપગાર પંચનાવેતન મુજબ 16 હજાર કરવામાં આવ્યું છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા માત્ર 4 થી 8 હજાર સુધી જ માસિક વેતન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે ચોકીદારનું વેતન 15 હજાર કરવાની વાત હતી જે હજુ સુધી પણ કરવામાં આવ્યું નથી.
કેન્દ્રમાં લઘુતમ વેતન 600 અને રાજ્યમાં 300 છે અને આ નીતિનોવિરોધ કરાયોછે. સાથે સાથ કોન્ટ્રાકટ પ્રથા રદ થવી જોઇએ અનેમજદૂર કાયદામાં પેહલા જેલની સજાની જોગવાઈ હતી જે હવે દંડ પૂરતી સીમિત કરવામાં આવી છે અને જેનાથી મજદૂરો પોતાનું લઘુતમ વેતન મેળવી નથી શકતા આથી આ કાયદામાં સુધારો કરી પુનઃ જૂનો કાયદો સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી છે.