અલ્પિતા ચૌધરી નામ તો હવે બધા જાણે જ છે.19 વર્ષની નાની વયે 2015ના વર્ષમાં અલ્પિતા પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા.અલ્પિતાને પહેલાથી જ અન્ય ક્ષેત્રે પણ સારી આવડત હતી.એક્ટિંગ,ડાન્સિંગ,મિમિક્રી જેવી કળા અલ્પિતામાં પહેલાથી જ હતી.ત્યારે લાઈક નામની એપ્લીકેશન સૌ પ્રથમ આવી હતી.જેમાં બીજાની એક્ટિંગ અને મીમ્કરી કરીને લોકો વિડીઓ બનાવતા હતા ત્યારથી અલ્પિતાએ પણ વિડીઓ બનાવવાનું શરુ કર્યું હતું.
છેલ્લા 1 વર્ષથી TikTok નામની એપ્લીકેશન ખુબ જ ટ્રેન્ડીંગમાં છે ત્યારે અલ્પિતા પણ આ એપ્લીકેશન વાપરતા હતા અને તેમાં વિવિધ પ્રકારના વિડીઓ બનાવતા હતા.એક વિડીઓ અલ્પિતાએ પોલીસ સ્ટેશનમાં જ બનાવ્યો હતો જેમાં પાછળ લોકઅપ દેખાતું હતું જે વિડીઓ બનાવ્યાના 4 દિવસમાં જ એટલો વાઇરલ થયો હતો.વિડીઓ સોશિયલ મીડિયામાં એટલો વાઇરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પહોંચી ગયો હતો.
વિડીઓ સામે આવતા જ અલ્પિતાને જિલ્લાના Dy.sp દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને તેમને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત વિડીઓ સામે આવ્યાના 1 કલાકમાં તો અલ્પિતાનો સસ્પેન્સન ઓર્ડર પણ નીકળી ગયો હતો અને 29 જુલાઈના રોજ અલ્પિતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.6 માસ માંતેર અલ્પિતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ થયા બાદ અર્પિતા હવે એકદમ આઝાદી પૂર્વકની ઝીંદગી જીવે છે અને હવે ટો અર્પિતા વિવિધ પ્રકારના ટીકટોક વિડીઓ પણ બનાવે છે.પોલીસમાંથી નીકળ્યા બાદ હવે તો અર્પીતાની લાઈફ પણ એક સેલીબ્રીટીની લાઈફ જેવી થઇ ગઈ છે.હવે ટો તે જ્યાં જાય છે ત્યાં લોકો તેમને ઓળખી લે છે અને તેમને સાથે સેલ્ફી પણ લે છે.આ બનાવ બાદ પરિવાર અને સમાજે પણ અર્પિતાને સાથ-સહકાર આપ્યો છે.હાલમાં અર્પિતા ગુજરાતી કલાકારો સાથે પણ ટીકટોક વિડીઓ બનાવે છે.
અર્પિતાનું કોઈ ગુજરાતી આલ્બમ સોંગ આવે ટો પણ નવાઈ નથી,જોકે સત્તાવાર અર્પિતાએ જણાવ્યું નથી પરંતુ અર્પિતાએ ગુજરાતી આલ્બમ સોંગ અને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.પોતાની સાથે વિડીઓ બનાવવાના કારણે સસ્પેન્ડ થયું તે બાદ હવે અર્પિતા બીજાને પણ સલાહ આપે છે કે સરકારી કર્મચારીઓએ ઓફીસ કે સરકારી જગ્યાઓ પર ટો વિડીઓ ના જ બનાવવા જોઈએ બાકી ખાનગી જગ્યાએ ટો કોઈ પણ કમર્ચારી વિડીઓ બનાવી શકે છે.