ETV Bharat / state

"વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ મહિનો" સંદર્ભે કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉ. એકતા વાળા ચંદારાણા સાથે ઇટીવી ભારતની ખાસ મુલાકાત - ડૉ.એકતા વાળા ચંદારાણા

ઓક્ટોબર મહિનાને "વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ મહિના" તરીકે ગણવામાં આવે છે. આ સમયમાં વિશ્વમાં મહિલાઓને થતાં સ્તન કેન્સર રોગ વિશે માહિતી આપીને મહિલાને જાગૃત કરવામાં આવે છે. આ વિષય પર ETV BHARAT દ્વારા અમદાવાદના જાણીતા મહિલા કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉ. એકતા વાળા ચંદારાણા સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી.

chandarana
"વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ
author img

By

Published : Oct 16, 2020, 11:45 AM IST

Updated : Oct 16, 2020, 11:54 AM IST

અમદાવાદ: WHO અને વર્લ્ડ કેન્સર એસોસિએશન દ્વારા ઓક્ટોબર મહિનાને "વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ મહિના" તરીકે ગણવામાં આવે છે. આ સમયમાં પુરા વિશ્વમાં મહિલાઓને થતા રોગ સ્તન કેન્સર વિશે માહિતી આપીને મહિલાને જાગૃત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના જાણીતા મહિલા કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉ. એકતા વાળા ચંદારાણા સાથે ઇટીવી ભારતે ખાસ મુલાકાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ઈશ્વરનું ઉત્તમ સર્જન એટલે સ્ત્રી.અને સ્ત્રીનું ઉત્તમ અનુપમ સ્વરૂપ છે માતા. બાળક જન્મે ત્યારે માં ના ખોળામાં સુઈને અમૃતપાન કરે છે અને માતાના અમીભર્યા ધાવણથી તૃપ્ત થાય છે. પરંતુ ક્યારેક આ અમીભર્યા સ્તનમાં કેન્સરની પીડા વળગે ત્યારે શું ?

"વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ મહિનો" સંદર્ભે કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉ.એકતા વાળા ચંદારાણા સાથે ઇટીવી ભારતની ખાસ મુલાકાત

આપણા દેશમાં સ્ત્રીઓમાં જે સૌથી વધુ તકલીફ હોય તે સ્તન કેન્સરની છે. સ્ત્રીને પોતાના જીવન દરમિયાન સ્તન કેન્સર થવાનું જોખમ ૧૨% રહેલું છે. જે કેટલી કરૂણ બાબત છે. આ જોખમી કેન્સર થવાના કારણો શું હોઇ શકે તે વિશે વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, આજના આ પ્રાચીન યુગમાં વધુ પડતી કેલરીવાળા કે ફાસ્ટફુડ જેવા આહારને કારણે બાલિકાઓને નાની ઉંમરે જ ઋતુસ્ત્રાવ આવે છે. રમવાની ઉંમરમાં હજુ વધુ કંઇ સમજાય તે પહેલા તો તે બાલિકા માસિકની મૂંઝવણમાં તણાવયુક્ત થઇ જાય છે. વળી જો મેનોપોઝ 45 વર્ષ કે, તેથી વધુ વય પછી આવે તો પણ સ્તન કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

ઘણી વખત યુગલો બાળક ઇચ્છતા નથી અથવા કેટલાંકને શારીરીક ખામીને કારણે બાળકો ન થતા હોય ત્યારે પણ કેન્સરનું જોખમ વધી જાય છે. મેદસ્વિતાએ પણ આજની નારીની એક મોટી વિડંબના છે. એકવાર મેદસ્વિતા જામી જાય પછી તેને દુર કરવા ખૂબ કમર કસવી પડે છે. જેમાં ઘણી ઓછી સ્ત્રીઓ સફળ થાય છે. તો ક્યારેક ચડસા ચડસીમાં દારૂના રવાડે પણ ચડી જાય છે. જેથી તે સ્તન કેન્સર જેવી કારમી કરુણ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે.

વળી, જે કુટુંબમાં અન્ય કોઇને સ્તન કેન્સર હોય કે, પછી અંડાશયનું કેન્સર હોય તો આવી સ્ત્રીઓને પણ જોખમ વધારે રહે છે. સ્તન કેન્સરના આગોતરા ઈલાજ તરીકે 45 કે તેથી વધુ વયની સ્ત્રીઓએ દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જરૂરી છે અને તે તેમના જ ફાયદામાં છે. કારણ કે, મેમોગ્રાફીથી પ્રારંભિક તબક્કામાં કેન્સરનું નિદાન થઇ શકે છે. કેન્સર થવાનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય તે વિષયમાં ડોકટરે જણાવ્યું હતું કે, દરેક સ્ત્રીઓ બાળકના જન્મ પછી દોઢથી બે વર્ષ સુધી સ્તનપાન કરાવવું જરૂરી છે. ફિટનેસ માટે રેગ્યુલર કસરત કરવી, વજન ના વધે તેનું ધ્યાન રાખવું અને દારૂ, તમાકુ જેવા વ્યસનોથી દૂર રહેવું.

ઓક્ટોબર મહિનામાં વિશ્વ સ્તનપાન દિવસ દરમિયાન દરેક મહિલાઓએ આ વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. તેમજ કોઈપણ લક્ષણ લાગે તો ડોકટરનો સંપર્ક જરૂર સાધવો જોઇએ. જેથી નિદાન જલ્દીથી અને સલામતીથી થઈ શકે.

- અમદાવાદથી કેમેરામેન મુકેશ ડોડીયા સાથે મનન દવેનો વિશેષ અહેવાલ

Last Updated : Oct 16, 2020, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.