ETV Bharat / state

અમદાવાદમાં આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખરીદી કરી - cororna virus case in ahemdabad

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધતુ જાય છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહથી શાકભાજી, કરિયાણા સહિતની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર પછી શહેરમાં આજથી કરિયાણાની દુકાનો ફરી વખત ખોલવામાં આવી છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ખરીદી કરતા જોવા નજરે પડ્યા હતા.

essentials-shop-opened-in-ahmadabad-from-today-in-lockdown-period

author img

By

Published : May 15, 2020, 2:51 PM IST

અમદાવાદ: રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, તમામ દુકાનો ખુલી હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું મહત્વ જાણવું જરુરી છે. સવારના ૧૧ વાગ્યા સુધીમાં મહિલાઓ અને બાળકો બહાર નીકળે જેથી ક્યાંય પણ ભીડ થાય નહીં અને આ જ વાતનું પાલન કરીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખરીદી કરી હતી.

અમદાવાદમાં આજથી આવશ્યક ચીજવસ્તુઓની દુકાન ખૂલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી વસ્તુઓની ખરીદી કરી
ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોનાવાયરસનો આંક 9,591 પર પહોંચ્યો છે અને 586 લોકોના મોત થઇ ચુક્યા છે. જેમાં એકલા અમદાવાદમાં જ કોરોનાથી 465 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે અને 6,910 લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે ત્યારે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. આજે શાકભાજી અને કરિયાણાની દુકાનો ખુલતાની સાથે લોકો ખરીદી કરવા રોડ પર આવી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.