પિરિયડ્સનું નામ પડે એટલે જ મહિલાઓનો અવાજ ધીમો થઈ જાય છે. કોઈ સાંભળી ન જાય એ રીતે આ વિષય પર વાત કરવામાં આવે છે અને કોઈ બીજું જોઇ ન જાય એ રીતે દુકાનમાંથી સેનિટરી પેડ્સ લેવામાં આવે છે. આજના આધુનિક જમાનામાં પણ પિરિયડ્સ પર વાત કરવી શરમજનક માનવામાં આવે છે. એવામાં આ દિવસોમાં રાખવી પડતી કાળજી વિશે વાત કરવી તો બહુ દૂરની વાત છે. પરંતુ આજે આ વિષય પર વાત કરવી બહુ જરૂરી છે કારણ કે, આજે એટલે કે 28 મેના રોજ વિશ્વભરમાં 'મેન્સ્ટ્રુઅલ હાઇજિન ડે' ઉજવવામાં આવે છે.
આ દિવસ ઉજવવાનો હેતુ મહિલાઓને પિરિયડ્સના દિવસોમાં પ્રાઇવેટ પાર્ટને સ્વચ્છ રાખવા જાગૃત કરવામાં આવે છે. આ વિષય પર શિક્ષણના અભાવને કારણે માસિક દરમિયાન રહેતી અસ્વચ્છતાના કારણે ચેપ લાગવાનું જોખમ રહે છે. મર્યાદિત મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ અને ખરાબ આરોગ્યના કારણે મહિલાઓને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગરમીના દિવસોમાં પરસેવાના કારણે ખાસ તેની સ્વચ્છતાની કાળજી રાખવી જોઇએ.
આ અંગે ડૉ. અંકિતા જૈન, સ્ત્રી રોગ વિજ્ઞાની, લેપ્રોસ્કોપિક અને હાયસ્ટરસ્કોપિક સર્જન દ્વારા સંચાલિત, સત્રમાં માસિક રોગો અને ચેપને રોકવા માટે કપડાં ઉપર સેનિટરી પેડ્સનો ઉપયોગ કરવાના ફાયદા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેનાથી સ્ત્રીઓ માટે વધુ સારું આરોગ્ય પ્રોત્સાહન મળ્યું છે.
આ પ્રસંગે અમદાવાદ વન મોલના માર્કેટિંગ હેડ, શિલ્પા નાયરે જણાવ્યું હતું કે, "માસિક સ્રાવ એ સ્ત્રીઓની વિશાળ શ્રેણીને ધ્યાનમાં લેતા, એક ગંભીર બાબત છે. તેમ છતાં તેમની પૃષ્ઠભૂમિ ગમે તે હોય આ દિવસે તેમને સમયાંતરે સુખાકારી અને સ્વચ્છતા જાળવવા વિશે જાગૃતિ લાવવા સુચનાઓ આપી હતી.