અમદાવાદ: લોકડાઉનને પગલે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરીને લોકોને પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ અલગ અલગ રીતે કાર્યવાહી કરે છે. જેમાં ડ્રોન દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે 28 ડ્રોનના ઉપયોગથી અત્યાર સુધી કુલ 640 ગુના નોંધ્યા છે.
પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન 8826 ગુના નોંધી 16,425 લોકોની અટકાયત કરી છે. જેમાં જાહેરનામનો ભંગ કરનાર સામે સૌથી વધુ ગુના નોંધાયા છે. તમામ જગ્યાએ પોલીસ ન પહોંચી વળતા ડ્રોનનો ઉપયોગ પણ શરૂ કર્યો છે અને ડ્રોન દ્વારા પણ અત્યાર સુધી 640 ગુના નોંધી 1636 લોકોની અટકાયત કરી છે.
પોલીસ દ્વારા પેટ્રોલીંગ, કંટ્રોલ રૂમમાં મળતા મેસેજ, વૉટસએપ પર મળતા ફોટાના આધારે કાર્યવાહી કરી રહી છે.
કેટલાક પોલસકર્મીના પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જેમાંથી ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત કુલ 17 પોલીસ જવાનના અત્યાર સુધી સાજા થયા છે. હજુ 116 પોલીસ જવાન કોરોનાગ્રસ્ત છે જેમાં 36 સ્થાનિક પોલીસ અને 80 જેલ SRP,હોમગાર્ડ,TRB જવાન છે.પોલીસ દ્વારા લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.