અમદાવાદઃ પોલીસ અધિનિયમ કલમ-33(1) તથા 37(3) અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 હેઠળ મળેલ સત્તાની રૂએ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા આ પ્રતિબંધ ફરમાવ્યા છે. આ ઉપરાંત સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચાલતા બાંધકામ સ્થળ (કન્સ્ટ્રકશન સાઇટ)ના મજૂરોને રહેવા તથા જમવાની વ્યવસ્થા જે તે માલિકે કરવાની રહેશે. મજૂરોને હિજરત કરવાની ફરજ ન પડે તેની સંપૂર્ણ જવાબદારી બાંધકામ સ્થળ(કન્સ્ટ્રકશન સાઇટ)ના માલિકની રહેશે.
સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે સારું કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં. જિલ્લાની હદ પાર કરવી નહીં તેમજ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા જણાવાયું છે. આ આદેશ જે વ્યક્તિ સરકારી ફરજ ઉપર હોય તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુના વ્યવસાય સાથે સંકળાયેલી હોય તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી હોય તેને લાગુ પડશે નહીં.
ઉક્ત હૂકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-135 મુજબ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. આ જાહેરનામું તા. 15 એપ્રિલ, 2020 સુધી અમલમાં રહેશે તથા સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે.
લોકડાઉનમાં મકાન માલિક ભાડૂઆતને મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં - કામદારો
કોરોના વાઈરસ મહામારીના સંદર્ભે જિલ્લામાંથી મજૂરોની હિજરત અટકાવવા માટે અને ભાડુઆતોને પડતી હાલાકી નિવારવા માટે અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્ર હર્ષદ વોરાએ જાહેરનામાં દ્વારા સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં કોઈ મકાન માલિક તેઓના ભાડુઆતને હાલ મકાન ખાલી કરવા માટે મજબૂર કરી શકશે નહીં કે મકાન ખાલી કરાવી શકશે નહીં, તે પ્રકારનો હૂકમ કર્યો છે.