ETV Bharat / state

અમદાવાદમાં કોર્પોરેશનેે 1000 બસ સ્ટેન્ડ અને 120 વિસ્તારોને સેનેટાઇઝ કર્યા - કોરોના વાઇરસ ગુજરાતમાં

અમદાવાદમાં વધતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને રોગચાળો વધુ ન ફેલાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શુ પગલાં લેવાયા એ મુદ્દે દાખલ થયેલી જાહેરહિતની અરજી પર હાઇકોર્ટમાં કોર્પોરેશને સોગંદનામું રજૂ કરતા જણાવ્યું હતું કે ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલા 1000 જેટલા AMTS અને BRTSના બસ સ્ટેન્ડ સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.

etv Bharat
અમદાવાદમાં કોર્પોરેશનેે 1000 બસ સ્ટેન્ડ અને 120 વિસ્તારોને સેનેટાઇઝ કર્યા
author img

By

Published : Apr 3, 2020, 10:56 PM IST

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે શહેરના સાત ઝોનમાં કુલ 374 પબ્લિક ટોયલેટ અને કમ્યુનિટી ટોઈલેટને સાફ કરવામાં આવ્યા છે. વાયરસ વધુ ન ફેલાય અને સેનેટાઇઝ કરવા માટે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ૧૭ જેટલા હાઈ પ્રેશર ફાયર ટેન્ક તૈયાર રાખવામાં આવ્યા છે. અને ૧૨૦ જેટલા વિસ્તારોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘર વિહોણા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત જમવાનું આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ સરકાર એપ્રિલ મહિના માટે તમામ કાર્ડધારક કે કાર્ડ વગરના લોકોના મફત રેશનિંગ પૂરું પાડી રહી છે. જરૂરિયાતમંદ લોકો ને ઘઉં, તેલ, નમક , સહિતની તમામ વસ્તુઓ આપવામાં આવી રહી છે. વાયરસ વધુ ન ફેલાય તે માટે પણ સોશિયલ ડિસ્ટનસિંગ, હોમ ક્વોરન્ટટાઇન, સામુહિક ક્વોરન્ટટાઇન સહિતના પગલાં લેવામાં આવ્યા છે.

ડોક્ટરોને ચેપ ન લાગે તેના માટે પણ પૂરતી સંખ્યામાં પર્સનલ પ્રોટેકટિવ કીટ અને માસ્ક સહિતનો પૂરતો સ્ટોક ઉપલ્ધ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.