ETV Bharat / state

Drug free India: નશામુક્ત ગુજરાત, પોલીસે દોઢ વર્ષમાં 5300 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું - Organized drug free India program

અમદાવાદમાં આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઉપક્રમે નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુરુદેવ શ્રી રવિશંકરે 'નશા ન કરેંગે ઔર ન કરને દેંગે'ની પ્રતિજ્ઞા લેવડાવી હતી. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ કહ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં પોલીસે 5,300 કરોડનું ડ્રગ્સ પકડીને યુવાનોની જિંદગી બચાવી છે.

Organized drug free India program
Organized drug free India program
author img

By

Published : Mar 15, 2023, 7:32 PM IST

અમદાવાદ: સાયન્સ સિટીમાં આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર ઉપરાંત ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂત અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસે દોઢ વર્ષમાં 5300 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

25000થી વધુ લોકોને નશામાંથી મુક્તિ: ગુજરાતના ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુરુદેવ શ્રી રવિશંકર મહારાજ છેલ્લા 15 વર્ષથી દેશભરમાં નશામુકત ભારતના કાર્યક્રમો ચલાવે છે, જે ખૂબ જ પ્રેરણાદાયક છે. ગુરુદેવે થોડા સમય પહેલા જ પંજાબ રાજ્યમાં 25,000થી વધુ લોકોને નશામાંથી મુક્તિ અપાવી હતી. તેઓ અનેક સંસ્થાઓમાં અને કોલેજોમાં નશામુક્તિના કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવાનું મોટું કામ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં 32 લાખ જેટલું ડ્રગ્સ જપ્ત કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં નશામુકત ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે. અને ગુરુજીના આ અભિયાન થકી તેને વધુ વેગ મળશે અને ગુજરાત જ નહીં પરંતુ સંપૂર્ણ દેશ નશામુક્ત થશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઉપક્રમે નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: Pregnancy Drug: યુએસ માર્કેટમાંથી ગર્ભાવસ્થાની દવા દૂર કરવામાં આવી રહી છે, શું છે કારણ

યુવાનોને નશાથી દૂર રાખવા સરકાર પ્રયત્નશીલ: આ પ્રસંગે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે છેલ્લા દોઢ વર્ષમાં 5,300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડીને યુવાનોનું જીવન બચાવ્યું છે. ડ્રગ્સ માફિયાઓની નાણાકીય શક્તિ પર પ્રહાર કરવાની સાથે સાથે યુવાનોને વ્યસનમાંથી મુક્ત રાખવા માટે સરકાર તથા પોલીસ વિભાગ પ્રયત્નશીલ છે. પોલીસ અને સંસ્થાઓના પ્રયાસોથી 800થી વધારે વિદ્યાર્થીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી છોડાવીને સાચા રસ્તે વળવા પ્રયત્ન કર્યો છે. હર્ષ સંઘવીએ નાગરિકોને ખરાબ આદત ધરાવતા યુવાનો કે ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ આવી પ્રવૃત્તિનો ખ્યાલ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.

નશામુક્ત ભારત અભિયાન: આ પ્રસંગે ગુરુદેવ શ્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે, ગુજરાતની સંસ્કૃતિ અને અહીંના લોકોની કળા અને પ્રેમ જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. કોઈપણ માનવીમાં ચિંતા ખૂબ જ વધુ માત્રામાં વધી જાય છે ત્યારે તેઓ તે ચિંતામાંથી મુક્ત થવા માટે નશાકારક પદાર્થોનું સેવન કરે છે અને તેનાથી તેઓ ડ્રગ્સના રસ્તા તરફ વળે છે અને પોતાની જિંદગી ખોઈ બેસે છે. આ પરિસ્થિતિ ખૂબ જ દુઃખદાયક છે, આ પરિસ્થિતિમાંથી લોકોને બહાર લાવવા માટે નશામુકત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat High Court: ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ, હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી

પ્રેમ, કળા, સંગીત અને યોગનો નશો કરોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અને સાથે સાથે અન્ય રાજયોની સંસ્કૃતિને દેશ-વિદેશમાં પ્રજ્વલિત કરી છે તેમ આપણે પણ નશામુકત ભારત અભિયાનને વેગ આપી દેશ-વિદેશમાં નશામુક્ત ભારતની છાપ ઊભી કરીએ. તેમણે યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, જો જીવનમાં કોઈ નશો કરવો હોય તો પ્રેમ, કળા, સંગીત, યોગ આ પ્રકારના નશા કરી પોતાના અને લોકોના વિકાસ માટે કાર્ય કરવું જોઈએ. શ્રી રવિશંકરજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓને 'નશા ન કરેંગે ઔર ન કરને દેંગે'ની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. પંકજ રાય પટેલ, જીટીયુના રજીસ્ટ્રાર ડો. કે એન ખેર, ગુજરાતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો, લેખકો, ગાયકો, સાયન્સ સિટીના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.