ETV Bharat / state

કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર ક્રતિએ 3 મહિનાથી પોતાની દીકરીનું મોઢું નથી જોયું - અમદાવાદ સિવિલ હોસ્પિટલ ન્યૂઝ

કોવિડ હોસ્પિટલમાં ડૉ. ક્રતિ સિંઘલ એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. ડૉ. ક્રતિ નવેમ્બર મહિનામાં એક બાળકીના માતા બન્યા છે. બાળકીના જન્મ થયાના એક મહિનામાં જ તેઓ પુનઃ ફરજ પર હાજર થયા હતા. ત્યારબાદથી તેમણે પોતાની દીકરીનું મોઢું પણ જોયું નથી. આમ, ડૉ. ક્રતિએ પરિવારની ચિંતા ભૂલીને લોકોની સેવા કરી કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : May 29, 2020, 9:40 AM IST

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ડૉ. ક્રતિ સિંઘલ એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. ડૉ, ક્રતિ નવેમ્બર મહિનામાં એક બાળકીના માતા બન્યા છે. બાળકીના જન્મ થયાના એક મહિનામાં જ તેઓ પુનઃ ફરજ પર હાજર થયા હતા.

ડૉ. ક્રતિ અત્યારે કોવિડ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓએ પોતાની છ મહિનાની વહાલસોયી દીકરીનું મોઢું પણ જોયું નથી. તેઓની માર્ચ મહિનામાં ટર્મ પૂર્ણ થવાની હતી પરંતુ કોરોનાના કારણે પરીક્ષા યોજાઈ શકી નથી.
ડૉ. ક્રતિ જણાવ્યું હતું કે તેઓ અત્યારે સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહયા છે જેનો ખૂબ આનંદ છે પરંતુ તે માતા તરીકે મારી ફરજ નિભાવવા માટે અસક્ષમ છે. તેમના સાસુની ઉંમર પણ વધુ છે જે તેમની દીકરીની સાર-સંભાળ રાખી રહ્યાં છે.’

ડૉ. ક્રતિ વધુમાં કહ્યું હતું કે તેમની દીકરીની અને પરિવારની ખૂબ જ યાદ આવે છે પરંતુ દર્દીઓની સારવાર બહુ જરૂરી છે. દર્દી નાજુક હાલતમાં હોય છે એટલે તેમનું ધ્યાન રાખવું પડે કારણકે દર્દીઓના સગાને કોરોના વોર્ડમાં ચેપ ન લાગી જાય તે માટે પ્રવેશ આપવામાં આવતો નથી’.

પોતાના પતિ અને દીકરીનું મોઢું વિડીયો કોલિંગ દ્વારા નિહાળીને તેઓ પરિવારની સાથે-સાથે નોકરીને પણ ન્યાય આપી રહ્યા છે. કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ ડૉ. ક્રતિ સિંઘલએ પુરૂં પાડ્યું છે તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.