અમદાવાદઃ પરીક્ષાના દિવસોમાં બાળકો પર ઘણો દબાણ હોય છે અને માતા પિતાને સમજવાની જરૂર છે. માતા-પિતા ટકોર ક્યારેક બાળકો પર દબાણ સર્જે છે. ખાસ કરીને પરીક્ષાના સમયે બાળકોને ફુંફ અને સપોર્ટ આપવાની જરૂર છે. તેમની સાથે ડિનર કે બેસીને વાતચીત કરવાથી હળવાફુલ થઈ શકે. દૂર્ભાગ્યપૂર્ણ રીતે દર વર્ષે કેટલાય બાળકો દબાણ હેઠળ જિંદગીની જંગ હારી જાય છે, પરતું આ આખરી જંગ નથી.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, માતા-પિતાને તેમની આસપાસ જોવાની જરૂર છે. આજે ઘણા ફિલ્મ સ્ટાર, ક્રિકેટર કે અન્ય વ્યકિતત્વ કે જેમણે જીવનમાં સિદ્ધિ હાસિલ કરી છે. તેઓ શૈક્ષણિક રીતે નબળા હોવા છતાં જીવનમાં ઘણા સફળ છે. સચિન તેંડુલકર, લતા મંગશેકાર, આમીર ખાન જેવા લોકો આ વાતના જીવતા-જાગતા પુરાવા છે. દરેક બાળકોમાં આગવી આવડત રહેલી હોય છે. આ આવડતને બહાર લાવવા માટે માતા-પિતાએ પ્રોત્સાહન આપવું જોઈએ, ત્યારે જ પરીક્ષાનો ભય ખત્મ થઈ શકશે.