અમદાવાદ: કોઈપણ રોગ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવું જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગાસન ફળદાયી છે. યોગાસનથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. શરીર સૌષ્ઠવ વધે છે. તેમજ દૈનિક જીવન સ્ફૂર્તિલુ રહે છે.
બીજા ભાગમાં આપણે શરીરને શુદ્વ રાખવા માટે શ્વાસોચ્છ્વાસની ક્રીયા કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે સમજ મેળવી શકીશું
યોગ એ જીવન જીવવાનો અભિગમ છે. એટલે જ ઈટીવી ભારત આપ સુધી આ સ્પેશિયલ કાર્યક્રમ લઈનું આવ્યુ છે. જે અંતર્ગત પ્રાણાયમ અને યોગાસનનો ઘરે બેઠા અભ્યાસ કરી શકાશે. અમદાવાદ શિવાનંદ આશ્રમથી સ્વામી અધ્યાત્માનંદજીના સહયોગથી શરુ થયેલી આ સીરિઝ તંદુરસ્ત અને ખુશહાલ જીવન માટે ખુબ ઉપયોગી નિવડશે.